ખુલી ગયું રહસ્ય… શા માટે શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવવામાં આવે છે દૂધ?

દરેક પરંપરા અને રીતરિવાજોની પાછળ કંઇકને કંઇક વૈજ્ઞાનિક કારણ હોય છે. શ્રાવણનો મહીનો આજથી શરૂ થઇ ગયો છે. તમે જોયું હશે કે આ પૂરા મહીનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે છે. આવું થવા પાછળ કેટલીક સ્ટોરીસ છે, પરંતુ આ પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણને તમે કદાચ જ જાણતા હશો.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દૂધ પીવાનું ખૂબ પસંદ કરે છે, એટલે સુધી કે એ ઝેરીલું દૂધ પણ પી જાય છે. જૂના સમય દરમિયાન લોકોને એવું લાગતું હતું કે વરસાદની સિઝનમાં દૂધ ઝેરી બની જાય છે, તો ત્યારે બધુ દૂધ ભગવાન શિવને ચઢાવી દેવામાં આવતું હતું.

લોકોને એવું લાગતું હતું કે દૂધ શિવજીને ચઢાવવાથી એમની બધી બીમારીઓ દૂર થઇ જાય છે. તમને જણાવી દઇએ કે આર્યુવેદમાં એવું માનવામાં આવ્યું છે કે ચોમાસામાં ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઇએ નહીં. આ સિધનમાં રોગચાળો થવાની સંભાવના રહે છે.

ચોમાસાની સિઝનમાં ગરમીથી ઠંડી તરફ સિઝન ટર્ન લે છે, જેના કારણે આપણા શરીરમાં વાતનું સ્તર વધી જાય છે. આ જ કારણ છે કે પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચોમાસાની સિઝન દરમિયાન ભગવાન શિવને દૂધ ચઢાવવું જોઇએ.

આ સિઝનમાં વરસાદને કારણે ઘાસમાં ઘણા કીડા થવા લાગે છે અને જાનવરો એ ઘાંસનું સેવન કરે છે. જેના કારણે આ સિઝનમાં દૂધ આપણા માટે સારું રહેતું નથી, દૂધ વધારે ઝેરી બની જાય છે. એટલા માટે આ સિઝનમાં શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like