જાણો આપણે ચંદ્રને કેમ કહીએ છીએ ‘મામા’…

આપણે સૌ કોઈ જ્યારે નાના હતા ત્યારે ચંદ્રમાને મામા કહીને બોલાવતા હતા. અત્યારે પણ આપણે આપણાથી નાના બાળકને ચંદ્રને મામા કહેવાનું શીખવાડીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે, ચંદ્રને કેમ મામા કહીયે છીએ. આજે અમે તમને જણાવશું કે ચંદ્રને કેમ મામા કહેવાય.

આપણે લક્ષ્મીજીને માં કહીએ છીએ એટલા માટે તેમના ભાઈ ચંદ્રને મામા કહીએ છીએ. આ રીતે આપણે સીતાને માતા કહીએ છીએ તો મંગળ પણ મામા થયા. કેમ કે, મંગળ ગ્રહ પૃથ્વીનો પુત્ર માનવામાં આવે છે અને પૃથ્વીની પુત્રી સીતાજી છે આ રીતે તેઓ ભાઈ-બહેન છે.

ભગવાન શ્રીરામની અર્ધાંગિની શ્રી સીતાજી સંપૂર્ણ જગતની જનની છે, પરંતુ કેટલાક એવા પણ સૌભાગ્યશાળી પ્રાણી છે, જેમણે અખંડ બ્રહૃમાંડનું સર્જન, પાલસ અને સંહાર કરનારી શ્રી સીતાજીના ભાઈ હોવાનો તેમને બહેન કહીને બોલાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.

વાલ્મીકી રામાયણ, શ્રીરામચરિતમાનસ, જેવા ગ્રંથોમાં સીતાજીના ભાઈનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત નથી થતો, પરંતુ કેટલાંક ગ્રંથોમાં સીતાજીના ભાઈનો પરિચય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીરામની પ્રાણવલ્લભા સીતાજીના ભાઈ છે.

વૈદિક ભારતના રાષ્ટ્રગાનના સ્વરૂપમાં પ્રસિદ્ધ અથર્વેદના પૃથ્વી સુક્તમાં ઋષિ પૃથ્વીની વંદના કરતા કહ્યું હતું કે માતા ભૂમિ તમે અમારી માતા છો અને હું તમારો પુત્ર છું. અમે બધા ઋષિ મુનિઓના વંશજ સ્વયંને પૃથ્વીમાંના પુત્ર માનીએ છીએ. સીતાજી પૃથ્વીની પુત્રી છે અને તેથી પૃથ્વીમાં નો પુત્ર તેમનો ભાઈ થયો.

સીતાજી અને મંગળની વચ્ચે બહેન-ભાઈનો સ્નેહ એક દુર્લભ ર્દશ્યનો સંકેત ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના ગ્રંથ જાનકી મંગળમાં આપ્યો છે. જનકપુર વિવાહ મંડપમાં દૂલ્હે સરકાર શ્રીરાઘવેન્દ્ર અને દુલ્હન સિયા બેઠા હતા. સ્ત્રીઓ શ્રીસીતારામજીથી ગણેશજી અને ગૌરીજીની પૂજા કરાવી રહી હતી. રાજા જનકજી અગ્નિ સ્થાપના કરીને હાથમાં કુશ અને જળ લઈને કન્યા દાનનો સંકલ્પ કરી શ્રીરામજીને પોતાની સુકુમારી સિતા સમર્પિત કરી દીધી છે.

You might also like