શા માટે લોકો ડાબા હાથે ઘડિયાળ પહેરે છે?

કેટલાક લોકો ઘડિયાળ પહેરવાનો ખૂબ શોખ હોય છે. મોટાભાગના લોકો ઘડિયાળ ડાબા હાથમાં પહેરે છે. પરંતુ શું તમે વિચાર્યું છે લોકો ઘડિયાળ ડાબા હાથે શું કામ પહેરે છે? આજે અમે તમને જણાવીએ છીએ એ માટેનું કારણ.

પહેલા ઘડિયાળ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં રાખવામાં આવતી હતી. તમે પણ જૂના જમાનાની ચેન વાળી ઘડિયાળો જોઇ હશે જેને ખિસ્સામાં રાખવામાં આવતી હતી. ખિસ્સામાંથી નિકાળીને સમય જોવામાં આવતો હતો. કહેવાય છે કે કેટલાક લોકો આ ચેન વાળી ઘડિયાળ હાથમાં પહેરવા લાગ્યા અને આ હાથમાં ઘડિયાળ પહેરવાનું ચલણ શરૂ થવા લાગ્યું. ડાબા હાથમાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ મોટાભાગના લોકોનો ડાબો હાથથી વધારે કામ કરનારો હોય છે.

જ્યારે તમારો જમણો હાથ વ્યસ્ત હોય છે તો તે દરમિયાન ડાબા હાથમાં સમય જોવો ઘણો સરળ રહે છે અને કામ પણ જમણા હાથથી ચાલતું રહે છે. ડાબા હાથમાં ઘડી બાંધવું એટલું કોમન છે કે ઘડિયાળો પણ એવા કારણથી બનાવવામાં આવી રહી છે. જમણાં હાથથી બીજા કામ કરવાથી તમારી ઘડિયાળ પણ સુરક્ષિત રહે છેતેનું ગંદુ થવું, સ્ક્રેચ લાગવા અને કામની જગ્યા જેમકે ટેબલ પર અથડાવવાની સંભાવના ઓછી રહે છે.

You might also like