તમે જીન્સ તો પહેરો છો પરંતુ શું એની આ વાતો જાણો છો!

આજકાલની લાઇફસ્ટાઇલમાં જીન્સની એક અલગ જ જગ્યા છે. પછી તમે ટાઇટ ફિટ જીન્સ પહેરો કે લૂઝ ફીટ અથવા ક્લાસિક પરંતુ જીન્સ આજના યુવાનોની પહેલી પસંદગી છે. દુનિયામાં ઘણું બધું બદલાયું પણ ના બદલાઇ જીન્સની સ્ટાઇલ. છેલ્લા 150 વર્ષથી જીન્સની બેઝિક સ્ટાઇલ જરા પણ ચેન્જ થઇ નથી.

દરરોજ લોકે જીન્સ તો પહેરે છે પરંતુ એ જીન્સના ખિસ્સામાં રહેલા નાના બટનો હોય છે એનું કારણ સમજી શકતાં નથી. ખિસ્સાની બંને સાઇડ રહેલા બટનોનો પણ એક ઇતિહાસ છે અને આ બટન માત્ર શોપીસ માટે નહીં લગાવવામાં આવ્યા એની પાછળ પણ એક મોટું સત્ય છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઘણા દશકો પહેલા અમેરિકામાં જીન્સ પહેરવાની શરૂઆત થઇ હતી. અહીંની મિલો, ફેક્ટરીઓમાં કામ કરનારા મજૂરો જીન્સ પહેરતા હતા. જ્યારે આ મજૂરો જીન્સ પહેરીને કામ કરતાં હતા ત્યારે વધારે મહેનત કરવાને કારણે એમના ખિસ્સા ફાટી જતાં હતા અને સિલાઇ પણ ખુલી જતી હતી.

મજૂરોની આ સમસ્યાને કારણે અમેરિકામાં રહેનારા એક દરજીને એવો વિચાર આવ્યો કે ખિસ્સાની બંને બાજુ નાના બટન લગાવવામાં આવે તો તેને ફાટવાથી રોકી શકાય.

જીન્સના ખિસ્સામાં બટન લગાવ્યા બાદ વર્ષ 1870 માં એને પેટન્ટ કરાવવાનો પ્રયાસ કર્યો. પેટન્ટ કરાવવા માટે લાગતી રકમ મોટી ન હોવાને કારણે તેમને લેવી કંપની સાથે ત્રણ વર્ષ બાદ એક ડીલ કરી લીધી. 20 મે 1873માં થયેલી આ ડીલના અંતર્ગત લેવી કંપનીએ પેટન્ટના બધા રૂપિયા ભર્યા અને પોતાના નામ પર પેટન્ટ કરાવી લીદી.

You might also like