આ કારણથી લગ્ન પછી તરત જ હનીમૂન પર જવાનું પંસદ કરે છે કપલ્સ

શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે લગ્ન પછી નવયુગલ તરત જ હનીમૂન પર કેમ જાય છે? આ પરંપરાની શરૂઆત કોણે કરી?, તેની પાછળનું કારણ શું છે? ખરેખરમાં લગ્નનો થાક ઉતારવા માટે જાય છે? કેટલાક કપલ લગ્ન પછી હનીમૂન માટે દેશની સુંદર જગ્યા પસંદ કરે છે તો કેટલાક કપલ હનીમૂન માટે વિદેશ પણ જવાનું પસંદ કરતા હોય છે. લગ્ન પછી હનીમૂન કપલ્સ કેમ જાય છે? જાણો, જવાબ…

વાસ્તવમાં પહેલાના સમયમાં નવયુગલ લગ્નના દિવસે જ મળતા હતા, એવામાં તેઓ એક બીજાને સમજવા માટેનો સમય મળતો નહતો. એટલા માટે તેઓ થોડા સમય માટે ઘરથી દૂર હનીમૂન કરવા જતા હતા.

હવે સમય બદલાયો છે, કપલ્સ લગ્ન પહેલા જ ફોન પર ઘણી વાતો કરે છે. આજે પણ હનીમૂન કપલ્સને નજીક લાવવા અને એક બીજાને સમજવા માટે ખૂબ જ મદદરૂપ થાય છ.

હનીમૂન પર કપલ બંને પરિવારની જવાબદારીઓથી થોડા સમય માટે દૂર રહે છે. એટલે કે તેમને ડિસ્ટર્બ કરવાવાળું કોઇ હોય નહી. આજ સમય હોય છે કે બંને એકબીજાને સમજી શકે છે. લગ્ન પછીનો શરૂઆતનો સમય મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સમયને ખાસ બનાવવા માટે હનીમૂન જરૂરી છે. આ સાથે જ હનીમૂન પર જવાથી સેક્સુયલ રિલેશન પણ સ્ટ્રોંગ બને છે.

You might also like