…તો આ કારણથી KISS કરતી વખતે બંધ થઇ જાય છે લોકોની આંખો

KISS એક એવો અહેસાસ છે જે બે પ્રેમી યુગલોની વચ્ચે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટેનું ખૂબ સારું સાધન છે. આ કારણ છે કે આ પ્રેમી યુગલ એક બીજાને પોતાના પ્રેમને વ્યક્ત કરવાની સોથી સરળ રીત માને છે. દરેક યુગલ પોતાના પાર્ટનરને કિસ કરવા માટે અલગ અલગ રીતો અપનાવે છે. પરંતુ દરેકની કિસમાં એક એવી પણ ચીજ હોય છે જે કોમન હોય છે, એ છે એમની આંખો…હકીકત, દરેક વખતે કિસ કરતી વખતે પ્રેમી યુગલોની આંખો બંધ થઇ જાય છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. જો ના ખબર હોય તો સાચું કારણ આજે અમે તમને જણાવીએ છીએ.

મનોવૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર, જ્યારે કિસ કરતી વખતે પ્રેમી જ્યારે એની આંખો બંધ કરે છે એનું પૂરું ધ્યાન માત્ર કિસ કરવા પર જ કેંન્દ્રીત થાય છે, કારણ કે મગજ એક સાથે આટલી બધી ચીજો પર કામ કરી શકતું નથી. સંશોધનમાં જાણવા મળ્યું કે વ્યક્તિનું મગજ કિસ દરમિયાન બીજા કામને કરવા માટે મુશ્કેલી મહેસૂસ કરી રહ્યું હતું. કિસ લેનાર લોકો જ્યારે કિસ દરમિયાન એક બીજાને સ્પર્શ કરે છે અથવા હગ કરે છે તો એક ખાસ સંવેદનશીલતાનો અનુભવ થાય છે.

એનાથી આંખો બંધ થઇ જાય છે. શોધકર્તાઓએ જે લોકો પર કિસની શોધ કરી એમના મગજની ગતિવિધિને જાણવા માટે હાથમાં એક વાઇબ્રેટિંગ યંત્ર બાંધ્યું હતું.

આ લોકોને કિસ કરવાની સાથે બીજું કામ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ જોવા મળ્યું કે જ્યારે એ લોકા લિપ લોક કિસ કરી તો એમની આંખો બંધ થઇ ગઇ. આટલું જ નહીં કિસ કરનારને આપવામાં આવેલું કામ કિસ કર્યાના તરત બાદ કર્યું તો એ કામમાં ધ્યાન લગાવવામાં ખૂબ મુશ્કેલી પડી.

http://sambhaavnews.com/

You might also like