…તો આ કારણથી પક્ષીઓ તાર પર બેઠેલા જોવા મળે છે

પક્ષીઓની ખૂબ જ અલગ પ્રકારની પ્રજાતિ હોય છે એમાં ક્ષમતા હોય છે તે ક્યાંય પણ ઉડાન કરી શકે છે. તમે જોયું જ હશે કે આ પક્ષીઓ તાર પહ બેઠેલા હોય છે. તમારા મગજમાં પણ આવ્યું હશે કે આ લોકા તાર પર જ કેમ બેસે છે. પરંતુ જવાબ મળ્યો હશે નહીં. ચલો તો અમે તમને જણાવીએ કે પક્ષીઓ તાર પર કેમ બેઠેલા જોવા મળે છે.

પક્ષીઓનું સંરક્ષણ કરનારી અમેરિકાની સંસ્થા Audubon Vermont ના મેનેજર Mark LaBarr ના જણાવ્યા અનુસાર એના ઘણા બધા કારણ છે.એનું પહેલું કારણ છે કે શિકારી પક્ષી જેમ કે ગરુડ અને બાજને ઉપર બેસીને ઝાડ પર બેઠેલા પોતાના શિકારને શોધવા અને એને જોવામાં મદદ મળે છે.

આ ઉપરાંત બીજા કેટલાક પક્ષી મોસમી માઇગ્રેશન પર જતાં પહેલા ટેલીપોન અથવા અન્ય તાર પર એકત્રિત થાય છે. પક્ષીઓને તમે ગરમીના અંતમાં અને ઠંડીની શરૂઆતમાં તાર પર બેઠેલા જોઇ શકો છો.

કેટલાક પક્ષીઓ પોતાની પ્રજનન પ્રક્રિયા સમયે તાર પર બેઠેલા જોવા મળે છે. કારણ કે સિંગલ પક્ષી માટે પોતાનો સાથી મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે એની હરિફાઇ માટે બીજા કેટલાક પક્ષીઓ તૈયાર બેઠેલા હોય છે. ઉદાહરણ તરીકે ગીત ગાતા નર પક્ષી વસંતની સિઝનમાં તાર પર બેસીને ગીતો ગાય છે અને માદાને લુભાવવાનો પ્રયત્ન કરે છે.

તો હવે તમે જ્યારે પણ પક્ષીઓને તાર પર બેઠેલા જુઓ તો એવું ના વિચારતાં કે એમનેમ બેઠા છે. કારણ કે દરેક વાતનું એક કારણ તો હોય જ છે. એમ આ વાત પાછળ પણ આ કારણ છુપાયેલું છે.

You might also like