સવર્ણોની અસુરક્ષાની લાગણીનાં કારણે દલિતો પરનાં ગુના વધ્યા

નવી દિલ્હી : હાલનાં કેટલાક વર્ષોમાં દલિતોની સાથે થયેલા ગુનાઓમાં અચાનક ઉછાળો આવ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો અનુસાર દલિતો (એસસી/એસટી) વિરુદ્ધ થયેલા ગુનાઓમાં લગભગ 40 થી 118 ટકાનો વધારો થયો છે. રાજ્યપ્રમાણે જોઇએ તો સૌથી વધારે શિક્ષીત રાજ્ય કેરળમાં દલિતોની સ્થિતી સૌથી ખરાબ છે. અહીં 2014માં સૌથી વધારે દલિતોની વિરુદ્ધ ગુનાઓ બન્યા છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં લગભગ 8075 કેસ, રાજસ્થાનમાં 8028, બિહારમાં 7893, ઓરિસ્સામાં 1259 દલિતોની વિરુદ્ધ નોંધાયા છે.

આ પરિસ્થિતી એવા સમયે છે જ્યારે દલિતોનાં પ્રોટેક્શનમાં કાયદાઓનો પાર નથી. દલિતો માટે ઇન્ડિયન પિનલ કોડ ઉપરાંત, સિવિલ રાઇટ એક્ટ 1955, એસસી એસટી એક્ટ 1989 પ છે. તેમ છતા પણ દલિતો પરનાં ગુનાઓ અટકવાનું નામ નથી લેતા. જો કે હૈદરાબાદની મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સ્ટડી ઓફ સોશ્યલ એક્સક્લૂસન એન્ડ ઇક્લૂસિવ પોલીસીનાં ડાયરેક્ટ કાંચા ઇલ્લૈયાનાં અનુસાર હાલનાં સમયે સવર્ણ જાતીનાં લોકોમાં ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છે.

સવર્ણો દલિતોની સામે પોતાની જાતને અસુરક્ષીત માને છે. તેનાં કારણે દલિતોનાં વિકાસ પર છે. સવર્ણો હંમેશાથી જ દલિતોને હીન દ્રષ્ટિથી જોતા આવ્યા છે. આ જ કારણે હવે તેમનો વિકાસ તેમનાથી જોઇ શકાતો નથી. જે લોકોને તેઓ ગુલામ બનાવીને રાખતા હતા હવે તેઓ આગળ નિકળી ચુક્યા છે. દિલ્હી સહિત કેટલાય સ્થળો પર જાટ અનામત આંદોલન સમયે સવર્ણોએ ન માત્ર દલિતો પર હૂમલા કર્યા પરંતુ તેમની હત્યાઓ પણ કરી દીધી હતી.

You might also like