ચાંદીપુર બીચ પર જોઇ શકો છો દર 5 મિનીટે બદલાતા દરિયાનો અદ્દભૂત નજારો…

દુનિયાના સૌથી અલગ બીચની યાદીમાં સામેલ છે ચાંદીપુર ઓફબીટ ડેસ્ટિનેશન. જે ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલ છે. ચાંદીપુર બીચ એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં દિવસમાં એક નહીં પણ બે વખત અદ્દભૂત નજારોને જોઇ શકાય છે અને કેમેરામાં કેદ પણ કરી શકાશે.


એક મિનિટમાં દરિયાનું પાણી બિલકુલ નીચે ચાલ્યું જાય છે તો બીજી મિનીટે જોતા એવું લાગે છે કે અહીં પૂર આવી ગયું. જે સમુદ્રમાં આવતા ટાઇડના કારણે થાય છે. એક ખાસ વાત એ પણ છે કે દરિયાના બીચ પર આમ તો ગરમીની સીઝનમાં જ જવાનું પસંદ કરતાં હોય છે લોકો પરંતુ અહીં મોનસૂન તેમજ શરદીઓની સીઝનમાં પણ જઇ શકાય છે.


દુનિયાના ખાસ અનોખા બીચમાં સામેલ ચાંદીપુર ઓડીશાનો એક અદ્દભૂત બીચ છે. પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમમાં મયૂરભંજનો વિસ્તાર આવે છે જ્યારે ઉત્તરમાં બંગાળના મેદનીપુર જિલ્લો આવ્યો છે. અહીં ચાલવાની અલગ મજા છે જેનું કારણ છે અહીં પાણીનું સ્તર ઘૂંટણ સુધી જ હોય છે.


જ્યારે ચાંદીપુર મિસાઇલ પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે પણ મશહૂર છે. જેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. દરિયાની અંદર બે થી ત્રણ કિલોમીટર ચાલવાથી ચારેબાજુ દૂર-દૂર સુધી દરિયો જોવા મળે છે. ચારેબાજુ ફેલાયેલા દરિયાના કારણે મનને શાંતિ સાથે સુકુનનો અહેસાસ થાય છે.

ચાંદીપુરમાં કોઇ એરપોર્ટ નથી. જેને કારણે તમારે કોલકાતાના ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા ભૂવનેશ્વરના એરપોર્ટ સુધી ફલાઇટમાં જવુ પડશે. અહીં તમે ટેક્સી દ્વારા સરળતાથી ચાંદીપુર સુધી પહોંચી શકશો. જ્યારે કોઇ રેલવે સ્ટેશન પર ન હોવાથી તમારે બાલાસર સુધી ટ્રેનમાં આવવું પડશે. બાલાસરથી 17 કિમી ચાંદીપુર દૂર છે.

You might also like