શા માટે મહિલાઓના શર્ટના બટનો ડાબી બાજુ પર હોય છે?

નવી દિલ્હી: તમે કોઇ દિવસ ધ્યાનથી જોયું છે કે પુરુષના શર્ટના બટન જમણી બાજુ અને મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુ લગાવેલા હોય છે. પરંતુ શું તમે જાણો છો હકિકતમાં આવું કેમ હોય છે. શું આની પાછળ રોજિંદી ક્રિયાથી જોડાયેલું કોઇ કારણ છે કે પછી શારીરિક દેખાવનું કારણ કે કોઇ ઐતિહાસિક કારણ છે. જાણો તેના પાછળના અત્યાર સુધીના કયા કારણો છે.

પહેલું કારણ
કહેવાય છે કે પહેલા પુરુષ તેમના કપડાં જાતે જ પહેરતો હતો જો કે મહિલા કપડાં જાતે પહેરતી નહોતી. તે સમયે મોટાભાગના લોકો જમણા હાથથી કામ કરતા હતા. સામે ઊભા રહીને બટન લગાવવામાં તકલીફ ના પડે એટલે મહિલાઓના શર્ટના બટનો ડાબી બાજુ પર લગાવવામાં આવે છે.

બીજું કારણ
પુરૂષોને બટન બંધ કરવા માટે કે બટન ખોલવા માટે ડાબા હાથની મદદ લેવી પડતી હતી એટલે તેમના શર્ટમાં જમણી બાજુ બટન હોય છે. જો કે મહિલાઓની સાથે તેનાથી ઉલટું હોય છે, તેથી મહિલાઓના કપડામાં ડાબી બાજુ બટન હોય છે.

ત્રીજું કારણ
પહેલા પુરૂષો અને મહિલાઓના કપડાંમાં ઘણાં ફેરફાર જોવા મળતા હતા, પરંતુ હવે ઘણા કપડાં સરખા જોવા મળે છે, તેથી બંનેના કપડાં અલગ દેખાઇ આવે તે માટે પણ આવું કરવામાં આવ્યું છે.

ચોથુ કારણ
નેપોલિયન બોનાપાર્ટે આદેશ આપ્યો હોવાથી મહિલાઓના કપડામાં ડાબી બાજુ બટન લગાયા હોવાનું જણાઇ રહ્યું છે. તેની પાછળનું એક કારણ છે કે નેપોલિયન એક ખાસ અદાથી હંમેશા તેનો એક હાથ શર્ટમાં નાખીને ઊભો રહેતો હતો, પરંતુ મહિલાઓ તેની મજાક ઉડાવવા લાગી હતી. જ્યારે આ વાત નેપોલિયનને ખબર પડી ત્યારે તેમને મહિલાઓને રોકવા માટે કપડામાં બટન ડાબી બાજુ લગાવવાનો આદેશ આપી દીધો.

You might also like