જાણો, શા માટે GST ના કારણ ઇ-ટિકિટ બુકિંગ મોંધી છે?

સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (CBEC) જણાવ્યું હતું કે, ટિકિટ બુકિંગ કરાવનાર એજન્ટ પાસેથી 1 ટકા વધારે ટેક્સ લેવામાં આવશે. ઓનલાઇન સેવા આપતા ટ્રાવેલ એજન્ટ્સને ઇ-કોમર્સ ઓપરેટર્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ ટેક્સને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) કહેવાય છે.

CBECએ આ પણ જણાવ્યુ હતું કે, TCS તે ઇ-કોમર્સ રિટેલર્સ પર નહી લગાવવામાં આવ્યા છે જે કોઇપણ વેબસાઇટના માધ્યમથી પોતાની પ્રોડક્ટ વેચી રહ્યુ છે. આવી સ્થિતિમાં તેમણે માત્ર જી.એસ.ટી આપવાનું રહેશે, જેની અંદર તેઓ આવે છે. જે વેન્ડર ઓનલાઇન માધ્યમથી કોઇ સર્વિસ કે સામાનનું વેચાણ કરે છે, તેમણે ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર (ECO) કહેવાય છે.

CBECને વધુ જણાવ્યું હતું કે, ઓનલાઇન ટ્રાવેલ એજન્ટ પણ ECOની અંદર આવશે અને તેમના પર કેન્દ્રીય જી.એસ.ટી (CGST)ના સેક્શન 52 હેઠળ 1 ટકા TCS લાગુ પડશે. 20 લાખ સુધીનો ટર્નઓવર ધરાવતા ઇ-કોમર્સ ઓપરેટરને કોઇપણ પ્રકારનો લાભ નહી મળે. કેન્દ્ર GST એક્ટ અનુસાર ઇ-કોમર્સ કંપનીઓને સપ્લાયર્સને પેમેન્ટ કરતી વખતે 1 ટકા TCS ભરવાનું રહશે. આ માટે ઇ-કોમર્સ ઓપરેટર્સને ટેક્સ કલેક્ટ કરવાની પરવાનગી હશે.

You might also like