… તો આ કારણથી PM મોદી સહિત અન્ય VIP ના સુરક્ષા ગાર્ડ પહેરે છે કાળા ચશ્મા

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ VVIP ની ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરામાં તૈનાત સુરક્ષા ગાર્ડો પર તમે કોઇ દિવસ ધ્યાન આપ્યું છે? જો ના આપ્યું હોય તો અમે તમને જણાવીએ છીએ. ધ્યાનથી જોશો તો તમે જાણશો કે સુરક્ષામાં તૈનાત આ એસપીજી કમાન્ડોની આંખો પર હંમેશા કાળા ચશ્મા લાગેલા હોય છે. પરંતુ શા કારણથી આ સુરક્ષા કર્મીની આંખો પર હંમેશા કાળા ચશ્મા ચઢેલા રહે છે.

સુરક્ષાકર્મીઓની આંખો હંમેશા કાળા ચશ્મામાં એટલા માટે છુપાયેલી રહે છે કારણ કે કોઇ એમની આંખોની હરકતોને જોઇ ના શકે કે એ લોકા કઇ બાજુ જોઇ રહ્યા હોય છે. આ સુરક્ષાકર્મીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે જેનાથી એમની આંખોમાંથી દિમાગની દરેક વાતને વાંચવાની ટેકનીક શિખવાડવામાં આવે છે. આ લોકોને એવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે કે આંખ અને શરીરની ભાષા વાંચીને તમારા આગળના પગલાને પહેલાથી વાંચી શકે, સામે વાળા દુશ્મન આ વાતને જાણી ના શકે એટલા માટે હંમેશા એ કાળા ચશ્માનો ઉપયોગ કરે છે.

સુરક્ષાકર્મી બીજા એક ખાસ કારણથી કાળા ચશ્મા પહેરે છે, જો ક્યારે તડકો, બોમ્બ અથવા ગોળીબાર અથવા બીજી કોઇ પણ કઠોર પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એમની આંખો પૂરી રીતે સુરક્ષિત રહે અને એ બધું જ સ્પષ્ટ જોઇ શકે, એટલા માટે તેઓ ચશ્માનો ઉપયોગ કરે છે.

જ્યારે તડકો વધારે હોય છે તો એ દરમિયાન આંખો વધારે સમય સુધી તડકો સહન કરી શકતી નથી અને જ્યારે તમે બહારથી અંદર આવો છો તો તમને વધારે ચોખ્ખું દેખાતું નથી. તો ક્યારેક અલગ અલગ રોશનીના કારણે પણ આંખો પર અસપ પડે છે.

http://sambhaavnews.com/

You might also like