40 વર્ષની ઉંમર બાદ મહિલાઓ કરે છે સૌથી વધુ અફેર, જાણો કેમ?

લગ્નનો સંબંધ હંમેશાં પ્રેમ અને વિશ્વાસ ઉપર જ બંધાય છે. પરંતુ લગ્નને જ્યારે કોઇ વર્ષ વીતી જાય છે ત્યારે પતિ-પત્નીની એકબીજામાં દિલચસ્પી રહેતી નથી રહેતી. વધુમાં લોકોને એવું લાગે છે કે એક્સ્ટ્રા મેટિરિયલ અફેરને માટે માત્ર પુરૂષો જ જવાબદાર હોય છે.

જો કે હકીકતમાં આ સત્ય નથી. આજકાલ એક્સ્ટ્રા મેટિરિયલ અફેરનાં મામલામાં મહિલાઓ પણ પાછળ નથી. પરંતુ હેરાનીની તો વાત એ છે કે આ મામલામાં 40 વર્ષની ઉંમરથી અધિકની મહિલાઓનાં સૌથી વધુ અફેર થાય છે. આવું અમારું નહીં પરંતુ એક રિસર્ચનું કહેવું છે. તો ચાલો તમને જણાવી દઇએ કે આખરે કેમ મહિલાઓનાં અફેર થાય છે.

મહિલાઓનાં અફેર કરવાનાં કારણોઃ

1. પતિનાં સ્વભાવમાં ફેરફાર થવોઃ
લગ્ન બાદ થોડાંક સમય બાદ પતિ નોકરી અને બાળકોની જવાબદારીઓમાં એટલાં વ્યસ્ત થઇ જાય છે કે તે પહેલાની જેમ રોમેન્ટિક રહેતા નથી. આટલું જ નહીં આને કારણ તેઓ પોતાની પત્નીને પણ વધુ સમય આપી શકતા નથી. જેને લઇને મહિલાઓ બીજાં પુરૂષો તરફ વધુ આકર્ષિત થાય છે.

2. ખૂબ ઓછી ઉંમરમાં લગ્ન થવાં:
મોટે ભાગે માતા પિતા છોકરીઓનાં ઓછી ઉંમરમાં જ લગ્ન કરાવી દે છે. આ કારણોસર જિંદગીનાં આગામી પડાવ પર પહોંચતા તેઓને એવું લાગે છે કે તેઓએ ઘણું બધું મિસ કરી દીધું છે. આ જ કારણ છે કે તેઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ વધુ આગળ વધવા લાગે છે.

3. કોઇનાં તરફ વધુ આકર્ષિત થવું:
કોઇ સ્માર્ટ અને ઉંચી વ્યક્તિને જોઇને મહિલાઓ તુરંત જ તેઓની તરફ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આટલું જ નહીં પરંતુ એવામાં તેઓને પોતાનાં પાર્ટનરની કોઇ જ ખામી દેખાતી નથી પરંતુ બીજાંની દરેક નાની-મોટી વાતો પણ સારી લાગવા લાગે છે.

4. સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન ન મળવું:
40ની ઉંમર બાદ અફેરનું આ કારણ એ સૌથી મોટું છે. પોતાનાં પાર્ટનરથી શારીરિક સુખ ન મળવાને કારણ મહિલાઓ મોટે ભાગે અન્ય પુરૂષો તરફ વધુ આકર્ષિત થઇ જાય છે.

5. બાળકો પેદા થઇ જવા બાદઃ
કોઇ પણ કપલનાં પેરેન્ટ્સ બની જવા બાદ તેઓની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે. ખાસ કરીને મહિલાઓની. માં બની ગયા બાદ મહિલાઓને એવું લાગતું હોય છે કે તેઓનાં પતિને તેનામાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો. એવામાં જો કોઇ અન્ય પુરૂષ તેની પ્રશંસા કરવા લાગે છે તો તે મહિલા તુરંત જ તે પુરૂષ તરફ વઘુ આકર્ષિત થવા લાગે છે.

You might also like