…તો આ કારણથી પ્લેનમાં બેસતી વખતે ફોન ‘ફ્લાઇટ મોડ’ પર રખાય છે

કેટલીક વખત આપણે કોઇનાથી છુટકારો મેળવવા માટે આપણા સ્માર્ટફોનને ફ્લાઇટ મોડમાં લગાવી દઇએ છીએ. કેમ કે સિગ્નલ જ ના આવે તો ફોન પણ કોઇના આવી શકે નહીં. સ્વિચઓફ કર્યા વગર ફોનની સારી કોમ્યુનિકેશન સર્વિસને બંધ કરનારો વિકલ્પ ફ્લાઇટ મોડ વિકલ્પ ખૂબ જ સારો છે. જો કે તમને જણાવી દઇએ કે ફ્લાઇટ મોડ તમને એવું કરવા માટે આપ્યો નથી, પરંતુ એનો સાચો ઉપયોગ તો વિમાનમાં જ થાય છે.

થોડા વર્ષો સુધી પ્લેનના સફરમાં ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન યાત્રીઓનો પોતાનો ફોન બંધ કરવા માટે કહેવામાં આવતું હતું, પરંતુ હવે સ્માર્ટ ફોનમાં જ ફ્લાઇટ મોડ વિકલ્પ આવી ગયો છે ત્યારથી ફ્લાઇટની સફર દરમિયાન ફોન બંધ કરવાનું જરૂરી રહ્યું નથી. કારણ એ છે કે ફ્લાઇટ મોડથી ફોનનું કોમ્યુનિકેશન સિસ્ટમ જેમ કે વાઇફાઇ, જીએસએમ, બ્લૂ ટૂથ કામ કરવાનું બંધ કરી દે છે. ફ્લાઇટ મોડ ખાસ કરીને પ્લેનની સફર માટે જ બનાવવામા આવ્યો છે, કારણ કે તમારો ફોન ફ્લાઇટના કામકાજ અને સિસ્ટમને ડિસ્ટર્બ ના કરે.

આ વાત તમને કદાચ જ ખબર હશે કે એરોપ્લેન પોતાની હવાઇ સફર દરમિયાન સતત કોઇના કોઇ એર ટ્રાફિક કંટ્રોલ ટાવરથી જોડાયેલા રહે છે. જ્યારે પણ વિમાન ટેકઓફ અને લેન્ડ થાય છે, એ દરમિયાન પાયલોટ અને કંટ્રોલ ટાવરની વચ્ચે એક સેકન્ડનું પણ મિસ કોમ્યુનિકેશન મોટી ઘટનાનું કારણ બની શકે છે, કારણ કે આ બંને પ્રક્રિયાઓ ખૂબ જ મુશ્કેલી અને તણાવ વાળી હોય છે. એમાં જો વચ્ચે અવાજ આવ્યો અને મિસ કોમ્યુનિકેશન થયું તો પ્લેનમાં જોખમ પેદા થઇ શકે છે. આજ કારણથી પ્લેનમાં ટેક ઓફ અને લેન્ડિંગ વખતે ફોન ફ્લાઇટ મોડ પર રાખવાનું કહેવામાં આવે છે.

ફ્લાઇટના ટેકઓફની થોડીક મીનિટો બાદ અથવા પ્લેન સ્ટાફની સૂચના આપ્યા બાદ તમે તમારા ફોનને ફ્લાઇટ મોડથી હટાવી શકો છો પરંતુ યાદ રાખડો કે તમે ફોનની બધી કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકશો નહીં.

http://sambhaavnews.com/

You might also like