જાણો ટ્રમ્પની સુરક્ષા પર ઓબામા કરતાં કેટલો વધુ ખર્ચ

ઓબામા પરિવાર પર અમેરિકન કરદાતાઓ વર્ષના આશરે 150 કરોડ ડોલર હતો જ્યારે કે ટ્રમ્પના પરિવાર પર આ ખર્ચ 36.5 કરોડ ડોલર કરવામાં આવ્યો છે, પરંતુ આ ખર્ચ રોજનો છે.

એટલે કે ઓબામા પરિવારની સુરક્ષા પર જેટલો ખર્ચો વર્ષમાં થતો હતો, ટ્રમ્પના પરિવારની સુરક્ષા પર એટલો જ ખર્ચ પાંચ દિવસથી ઓછા સમયમાં થઈ રહ્યો છે.

જોકે, ખર્ચનો હિસાબ જોઈએ તો ટ્રમ્પ પરિવારની સુરક્ષા પર વર્ષમાં 13, 322.50 કરોડ ડોલર ખર્ચ થશે. તુલનાત્મક રીતે ઓબામા પરિવાર થનારા ખર્ચની તુલનામાં 89 ગણા વધુ પૈસા ટ્રમ્પ પરિવારની સુરક્ષા પર ખર્ચ થશે.
એવામાં એ સવાલ પણ ઊભો થાય છે કે અમેરિકાના લોકો પોતાના રાષ્ટ્રપતિના સરકારી રહેઠાણ વ્હાઇટ હાઉસ સિવાય તેમના અને કેટલાક ઘરોના ખર્ચ ઉઠાવી શકે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના બાળકો અને પત્ની અને બે કૂતરા સાથે એક જ ઘરમાં રહેતા હતા, પરંતુ ટ્રમ્પ સાથે એવું નથી.

અમેરિકાના નિયમો પ્રમાણે ફર્સ્ટ ફેમિલી એટલે કે રાષ્ટ્રપતિના સમગ્ર પરિવારની સુરક્ષા અને સુવિધાઓની જવાબદારી સરકારની હોય છે અને આ સુરક્ષા લગભગ એવી જ હોય છે જેવી ખુદ રાષ્ટ્રપતિ એટલે કે ઘણા તામજામ અને ખર્ચાળ સુરક્ષા વ્યવસ્થા હોય છે.

You might also like