વિરાટ-અનુષ્કા વચ્ચે પેચ-અપ માટે મથતો આ ભૂતપૂર્વ જુનિયર ક્રિકેટર કોણ છે?

અમદાવાદઃ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે યાદગાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવી પછી તેની એક્સ ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માની ટીકા કરનારા લોકોને ઝાટક્યા તેના કારણે બંને વચ્ચે પેચ-અપ થઈ રહ્યું હોવાની વાતો જોરશોરથી ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે બંને વચ્ચે સમાધાન થાય તે માટે અનુષ્કાનો ભાઈ કર્ણેશ શર્મા સૌથી વધારે પ્રયત્નો કરી રહ્યો છે.

કર્ણેશ શર્મા અનુષ્કાનો મોટો ભાઈ છે. કર્ણેશ હાલમાં મર્ચન્ટ નેવીમાં છે અને એક સમયે તે આશાસ્પદ ક્રિકેટર ગણાતો હતો. કર્ણેશ બેંગલોરમાં ઊછર્યો અને કર્ણાટક અંડર 19 ક્રિકેટ ટીમ વતી રમી ચૂક્યો છે. કર્ણેશ તથા અનુષ્કા બંને આર્મી સ્કૂલમાં ભણ્યાં છે, કેમ કે તેમના પિતા કર્નલ અજયકુમાર શર્મા આર્મી ઓફિસર હતા. તેમનાં માતા આશિમા ગૃહિણી છે.

અનુષ્કા સાથે બ્રેકઅપ પછી વિરાટ અને કર્ણેશ એકબીજાના સંપર્કમાં છે. કર્ણેશ ઈચ્છે છે કે બંને ફરી એક થાય. એ માટે તેણે બંને વચ્ચે ‌મ‌િટિંગ કરાવવાનું પણ વિચાર્યું છે તેવું એક વેબસાઈટનો અહેવાલ જણાવે છે.

કોલકાત્તાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન સામેની મેચમાં યાદગાર ઈનિંગ્સ રમીને ભારતને જીત અપાવી એ પછી અનુષ્કા શર્માએ વિરાટને ટેક્સ્ટ મેસેજ મોકલી અભિનંદન આપ્યાં હતાં. આ મેસેજના પગલે એવી અટકળો તેજ બની હતી કે અનુષ્કા શર્મા હવે વિરાટ સાથે ફરી જોડાવા માગે છે. આ અગાઉ બાંગ્લાદેશમાં ભારતની જીત પછી પણ અનુષ્કાએ વિરાટને ફોન કરી અભિનંદન પાઠવ્યાં હતાં. એ પછી ઓસ્ટ્રેલિયા સામેની ભારતની જીત પછી પણ અનુષ્કાએ વિરાટને ફોન કર્યો હતો.

અનુષ્કાએ વિરાટને ફરી ફોન કરતાં બંનેના સંબધોની ચર્ચા પાછી જોરશોરથી ચાલવા માંડી છે. ખાસ કરીને બંને વચ્ચે બ્રેકઅપ કેમ થયું તે મુદ્દો ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે વિરાટ કોહલી અનુષ્કા સાથે લગ્ન કરવા માગતો હતો જ્યારે અનુષ્કાની ઈચ્છા નહોતી. વિરાટની પ્રપોઝલ સ્વીકારવાના બદલે તેણે સલમાન ખાન સાથેની ફિલ્મ સ્વીકારી તેના કારણે બંને વચ્ચે તિરાડ પડી અને છેવટે બ્રેકઅપ થઈ ગયું તેવા અહેવાલ આવ્યા હતા.

You might also like