કોણ હશે નવા RBI ગવર્નર ? આ 7 નામો પર ચર્ચા

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર સ્વરૂપે બીજો કાર્યકાળ ઇન્કાર કરી દીધો છે. રાજનનાં ઇન્કાર બાદ હવે આગામી ગવર્નર કોણ હશે તેની ચર્ચા હાલ રાજકીય ગલીયારાઓમાં થવા લાગી છે. સુત્રોનાં અનુસાર અરૂંધતિ ભટ્ટાચાર્ય, ઉર્જિત પટેલ સહિતનાં 7 નામોની હાલ ચર્ચા છે. રાજકીય વર્તુળોમાં આ નામોનાં કારણે ગરમાવો આવ્યો છે. જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં વિજય કેલકર, રાકેશ મોહન, અશોક લાહિડી, ઉર્જિત પટેલ, અરૂંધતિ ભટ્ટાચાર્ય,સુબીર ગોકર્ણ અને અશોક ચાવલાનો સમાવેશ થાય છે.

સુત્રો અનુસાર જે બે નામોની સૌથી વધારે ચર્ચા છે તે આરબીઆઇનાં ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલ અને એસબીઆઇનાં ચીફ અરૂંધતિ ભટ્ટાચાર્ય છે. બીજી તરફ રાહુલ ગાંધીએ રાજનનાં મુદ્દે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કરવાનું ચાલુ કર્યું છે. રાહુલે કહ્યું કે મોદીને રધુરામ જેવા નિષ્ણાંતની જરૂર નથી. રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન મોદી બધુ જ જાણે છે. તેને રાજન જેવા નિષ્ણાંતની કોઇ જરૂર નથી. અન્ય ટ્વિટમાં કહ્યું કે ખાબ સમયમાં દેશની ઇકોનોમી સંભાળવા માટે રાજનનો આભાર. તમારા જેવા લોકોનાં જ કારણે ભારત દેશ મહાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને પોતાની બીજી ટર્મનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે સરકારની સાથે લાંબી ચર્ચા અને કેટલાક સંકેતો મળ્યા બાદ આ નિર્ણય લીધો છે. રાજને આરબીઆઇનાં પોતાનાં સાથીઓને જણાવ્યું કે તે 4 સપ્ટેમ્બરે ગવર્નર તરીકે પોતાની ટર્મ પુરી કર્યા બાદ એકેડેમિક્સમાં પરત ફરશે. અત્રે ઉલ્લેખનીય છેકે રાજન યૂનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર છે. જો કે તેઓ ગવર્નર બન્યા બાદ રજા પર છે.

You might also like