સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારી જ્ઞાનની તરસ અને આંતરિક શાંતિની તીવ્ર ઝંખનાને કારણે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઢળશો. તમે યોગ, ધ્યાન, સાધના વગેરે પાછળ તમારો વધુ સમય વાપરશો. આ સપ્તાહે આપની આધ્યાત્મિક ઉન્નતિ થાય તેમ લાગે છે. આપ વધુ બળ અને ઉત્સાહ મેળવી શકશો. તે તમને વધારે પડતું કામ અને ઘરેલુ સમસ્યાઓ પાર પાડવા પણ સક્ષમ બનાવશે. તમારા માનસમાં પ્રેમની વધુ સારી પરિભાષાનો ઉદ્દભવ થાય.

વૃષભઃ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી આવતી કારકિર્દી, આર્થિક સમસ્યાઓ, પારિવારિક બાબતોથી ઘેરાયેલા રહેશો. અને તે એટલી હદે કે તમને અન્ય સામાજિક કાર્યોમાં ભાગ લેવાની ફુરસત જ નહીં રહે. વ્યવસાયિક ભાગીદાર, આર્થિક સંબંધો, સહાધ્યાયીઓમાં તમારું ધ્યાન વધુ કેન્દ્રિત રહેશે. તમારા વિશ્વાસુ માણસો પાસેથી મદદો મેળવી શકશો. હવે આપના માટે વ્યક્તિગત બાબતો મહત્વની બની રહેશે અને આપ પૂર્ણતાનો અનુભવ કરશો.

મિથુનઃ આ સમય ભૌતિક ધ્યેયો માટે કામ કરવાનો તેમજ વ્યવસાયિક અને વ્યક્તિગત રીતે નવાં સાહસોમાં ઝંપલાવવાનો છે. આધ્યાત્મિક બાબતો જાણવાની ઇચ્છા વધુ દ્રઢ બનશે. તે આપને ધાર્મિક વિધિઓ તથા ગૂઢવિદ્યામાં ઊંડા ઊતરવા પ્રેરિત કરી શકે છે. પરિવારજનોની ચિંતા પણ મુખ્ય મુદ્દો બની રહેશે. આ સપ્તાહ નવી કલાઓ, વૈચારિક પ્રક્રિયા, અને ટેકનિકોનું છે. આપ અજાણ્યાં રહસ્યો પાછળ આકર્ષાશો.

કર્કઃ ગણેશજી એ જોયું કે ગયા સપ્તાહે આપે વિપુલ પ્રમાણમાં સર્જનાત્મકતાનો સ્રોત વહેવડાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ સપ્તાહે આપને કંઇક નવું કરવાન ઇચ્છા થશે. આપ કોઇ જૂથ કે સામાજિક સંગઠનનો હિસ્સો બનવા ચાહશો. ગયા અઠવાડિયાનો કાર્યભાર આ અઠવાડિયે પણ રહેશે. તમારા સહભાગીદાર કે નજીકના સ્નેહીજન તરફથી વિશ્વાસઘાતનો કે દગાખોરીનો અનુભવ થાય. તમને તાણનો અનુભવ પણ થઇ શકે છે.

સિંહઃ આપ હજુ ઊંડી સમજ મેળવી રહ્યા છો, તેથી તે મુજબ કામ કરવું રહ્યું. આ સપ્તાહ પ્રેમ વિવિધ રંગોનો અનુભવ કરાવશે અને આપના વિચારો તથા કામ પર તેની અસર થશે. જોકે, આ સપ્તાહે આપ સમાજના ભલા માટે આપની સમગ્ર શક્તિ કામે લગાડશો. આ સપ્તાહે સાચું વલણ અપનાવવું એ આપની જીવનશૈલીનો અંતર્ગત હિસ્સો બની રહેશે. તેનો અર્થ એવો નથી કે આપ ખોટા માર્ગે જઇ રહ્યા છો, પણ યોગ્ય વલણ અપનાવવાનો આગ્રહ રાખશો.

કન્યાઃ આ સપ્તાહે આપની પ્રવૃત્તિઓ ખરેખર પ્રભાવશાળી, સરાહનીય અને અવિરત બની રહેશે. આપ આપની રીતે આનંદનો અનુભવ કરશો. આપના માટે આ સમય ફક્ત સારો જ છે એટલું જ નહીં આપ આ સમય દરમ્યાન પાર્ટી, સગાં સંબંધીઓ મિલન મુલાકાત અને ગીત-સંગીત તથા નૃત્ય પણ દિલથી માણશો. સૌથી સારી વાત એ છે કે આ તબક્કો સંપૂર્ણપણે આનંદ-પ્રમોદનો હશે. પ્રેમ અને પોતાના૫ણું હોય એવી ઘણી ક્ષણો તમે માણશો.

તુલાઃ ગણેશજી કહે છે કે તમારો આ સમયગાળો શાંતિ અને આરામ માટેનો રહેશે. આ મહિનો તમે પરિવાર અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો. તમને સહકાર, આરામ અને આનંદ મળી રહે તેવા સંજોગોનું સ્વયં નિર્માણ થતું રહેશે. તમે પરિવારને આગળ લઈ જવા માટે જરૂરી દરેક બાબતે લાગણીભરી નિસ્બત દાખવો છો. તેની અસરરૂપે તમને બધી દિશાઓમાંથી સહકાર મળી રહેશે. તમે દરેક ક્ષેત્રમાં શ્રેષ્‍ઠતા, ઉન્‍નતિનું લક્ષ્‍ય રાખશો.

વૃશ્ચિકઃ આ સપ્તાહે આપ સંપૂર્ણરીતે પારિવારિક બાબતોથી ઘેરાયેલા રહેશો. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે આપ વ્યસ્ત રહેશો. પણ આ બન્ને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો તો લોકો આપની શંકા, ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. જગતમાં સર્વત્ર ખૂબસુરતી જ પથરાયેલી છે એવો તમને આંતરિક આધ્યાત્મિક અનુભવ થાય.

ધનઃ આપે ખૂબ મહેનત અને ખંતથી કામ કર્યું છે, ૫રંતુ આપની સિદ્ધિઓ બદલ આપની કદર ઓછી થઇ હોવાથી ગણેશજી પોતાના મૂલ્‍ય પ્રત્‍યે અન્‍યનું ધ્‍યાન ખેંચવા જણાવે છે. આપ પોતાને માનવજાતિનો જ એક ભાગ સમજવા લાગ્‍યા છો, અને આ દૃષ્ટ‍િકોણ આપને ઘણાં બધાં અનિષ્ટોમાંથી ઉગારી લેશે.આ સમયગાળામાં કોઈના પર પણ વધુ પડતો ભરોસો મૂકવો તમારા માટે ઘણો ઘાતક સિદ્ધ થઈ શકે છે.

મકરઃ તમારે તમારી આવડત, જ્ઞાન અને માનસિક ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત જણાય અને આ સાથે જ તમને તમારી સંપત્તિ અને તમારા ઘરમાં સુધારો કરવાની આવશ્યક્ત જણાય. ઘરને નવું રંગરોગાન કરાવશો. સંપત્તિ અને પારિવારિક બાબતોમાં તમારો મોટાભાગનો સમય વપરાય. તમે તમારા માટે ઘણાં કપડાંની ખરીદી કરશો. અને તમારા વોર્ડરોબમાં જૂનાં કપડાંનું સ્થાન નવા કપડાં લે તેવી પૂરતી સંભાવનાઓ છે.

કુંભઃ પ્રિયતમાને પ્રભાવિત કરવા માટે આપ આપની આસપાસના લોકોમાં છવાઇ જવાનો અને ચમકવાનો પ્રયત્ન કરશો. સ્વયંને પુરવાર કરવાના વધુ પડતા ઉત્સાહમાં આપને કંટાળાજનક જવાબદારીઓ સંભાળવાનો પણ વાંધો નહીં હોય. આપનામાં આટલો જુસ્સો જોઇને ગણેશજી ધ્યાનમાં સ્થિરતા જાળવવા અને જીવનની વાસ્તવિકતાઓ તરફ દુર્લક્ષ્ય ન કરવા જણાવે છે. સામાજિક જવાબદારી હળવી થતાં તમે તમારા વ્યક્તિગત લાભ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો.

મીન: તમારે તમારી આસપાસના લોકોની જરૂર રહેશે. માટે તમે ગયા અઠવાડિયાંઓની જેમ જ આસપાસના લોકો સાથેના સંબંધોમાં ઉષ્‍મા ફેલાવવા પ્રયત્‍નશીલ બનશો. એમાં ૫રિવારથી માંડીને ૫ડોશીઓ અને સામાજિક સંબંધીઓ સુધીનો સમાવેશ થાય છે. આપ માત્ર ગુસ્‍સા ૫ર કાબૂ રાખવાનું જ નથી શીખ્‍યા.આ સમયગાળામાં કેટલીક અણધારી મુશ્કેલીઓ આવે. ગણેશજી ધૈર્યપૂર્વક એ મુશ્કેલીઓનો સામનો કરવાની સલાહ આપે છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago