સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આપ પોતાની રીતે કામ કરવાનો આનંદ અનુભવી રહ્યા છો, અને એકાંતને માણી રહ્યા છો. પણ ગણેશજી કહે છે કે હવે આપે લોકોનો સંપર્ક સાધવાની જરૂર છે.

વૃષભઃ હવે આપના માટે વ્યક્તિગત બાબતો મહત્વની બની રહેશે અને આપ પૂર્ણતાનો અનુભવ કરશો. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો.

મિથુનઃ આ સપ્તાહ નવી કલાઓ, વૈચારિક પ્રક્રિયા, અને ટેકનિકોનું છે. આપ અજાણ્યાં રહસ્યો પાછળ આકર્ષાશો. આ સમયગાળો તમારી વ્યવહારિક અને વેપારિક ગતિવિધિઓ કરતા માનસિક ગતિવિધિઓનો વધુ રહેશે.

કર્કઃ ગયા અઠવાડિયાનો કાર્યભાર આ અઠવાડિયે પણ રહેશે. તમારા સહભાગીદાર કે નજીકના સ્નેહીજન તરફથી વિશ્વાસઘાતનો કે દગાખોરીનો અનુભવ થાય.

સિંહઃ આ એક ક્રાંતિકારી તબક્કો છે. નવા વિચારો, અને નવો દૃષ્ટિકોણ મહત્વનાે બની રહેશે. જીવન પ્રત્યેનો આપનો સમગ્ર અભિગમ એક નવો વળાંક લેશે. સમૃદ્ધિનો પ્રવાહ વહેશે અને મોજ માણી શકશો.

કન્યાઃ આ સપ્તાહે સાચું વલણ અપનાવવું એ આપની જીવનશૈલીનો અંતર્ગત હિસ્સો બની રહેશે. તેનો અર્થ એવો નથી કે આપ ખોટા માર્ગે જઇ રહ્યા છો. ફક્ત એટલું જ કે આ સપ્તાહે આપ દરેક કામમાં યોગ્ય વલણનો આગ્રહ રાખશો.

તુલાઃ પ્રેમ અને પોતાના૫ણું હોય એવી ઘણી ક્ષણો તમે માણશો. તમે દરેક ક્ષેત્રમાં શ્રેષ્‍ઠતા, ઉન્‍નતિનું લક્ષ્‍ય રાખશો. તમે તમારી જીવનશૈલીમાં નવીનતા લાવશો, જેથી શ્રેષ્‍ઠતા કે ઉન્‍નતિ જળવાઇ રહે.

વૃશ્ચિકઃ જગતમાં સર્વત્ર ખૂબસુરતી જ પથરાયેલી છે એવો તમને આંતરિક આધ્યાત્મિક અનુભવ થાય અને તમારી સકારાત્મકતામાં વધારો થાય. આપનું મનોવલણ, આચરણ અને સંબંધો નવા સ્તરે પહોંચશે.

ધનઃ આ સમયગાળામાં કોઈના પર પણ વધુ પડતો ભરોસો મૂકવો તમારા માટે ઘણો ઘાતક સિદ્ધ થઈ શકે છે. તમારે કેટલાંક સંકટો અને સમસ્યાઓનો સામનો કરવાનો રહેશે.

મકરઃ ભૌતિક જીવનથી આપ આધ્યાત્મિક્તા તરફ વળશો. આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી જરૂરિયાતો તરફ કેન્દ્રિત થશે.

કુંભઃ તમારી સામાજિક જવાબદારી હળવી થતાં હવે તમે તમારા વ્યક્તિગત વિકાસ અને લાભ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો.

મીન: આ સમયગાળામાં કેટલીક અણધારી મુશ્કેલીઓ આવે. ગણેશજી ધૈર્યપૂર્વક એ મુશ્કેલીઓનો સામનો કરવાની સલાહ આપે છે.

You might also like