પાકિસ્તાનનાં આગામી આર્મી ચીફ મુદ્દે નવાઝ અને શરીફ વચ્ચે ગજગ્રાહ

ઇસ્લામાબાદ : કહેવાય છે કે દુધનો દાઝેલો છાસ પણ ફુંકી ફુંકીને પીવે. તેવી જ કંઇક પરિસ્થિતી હાલ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ માટે સર્જાઇ છે. નવાઝ શરીફ સામે સૌથી મોટો સવાલ પોતાની પસંદગીનાં વ્યક્તિને પાકિસ્તાનનાં આગામી સેનાધ્યક્ષ બનાવવાનો છે. આ મુદ્દે નવાઝ શરીફ અને પાકિસ્તાનનાં હાલનાં સેનાધ્યક્ષ જનરલ રાહિલ શરીફની વચ્ચે રસાકસી ચાલી રહી છે. જનરલ રાહીલનો કાર્યકાળ નવેમ્બરમાં પુરો થઇ રહ્યો છે.

ભારતની ઉચ્ચ સ્તરીય ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર નવાઝ ઇચ્છે છે કે તેમનો વિશ્વાસપાત્ર અધિકારી પાકિસ્તાની લશ્કરની ધુરા સંભાળે. જ્યારે જનરલ રાહિલ શરીફ ઇચ્છે છે કે તેમની પસંદગીનો અધિકારી આર્મી ચીફ બને. પાકિસ્તાનમાં સેનાધ્યક્ષનો પાવર અને તેનું સમર્થન ઘણુ મહત્વનું હોય છે. ભારત અને અમેરિકા મુદ્દે પાકિસ્તાનની પોલીસી નક્કી કરવાનો હક હાલનાં સેનાધ્યક્ષ જનરલ રાહિલનાં હાથમાં હોવાનું માનવામાં આવે છે. જનરલ રાહીલની પસંદ લેફ્ટિનેન્ટ જનરલ મહેમુદ હયાત છે. હયાત હાલ રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં ચીફ ઓફ જનરલ સ્ટાફ છે. આ પોસ્ટને આર્મી ચીફની પોસ્ટ માટે મહત્વની માનવામાં આવે છે.

રાહીલની જેમ જ હયાતનો સંબંધ પણ લશ્કરી કુનબ સાથે રહ્યો છે. હયાતનાં ત્રણ ભાઇ પણ પાકિસ્તાની લશ્કરમાં ઉચ્ચ અધિકારી છે. હાલની પોસ્ટ અગાઉ હયાત પાકિસ્તાનની સ્ટ્રેટેજીક પ્લાન્સ ડિવિઝનનાંપ્રમુખ રહી ચુક્યા છે. આ ડિવિઝન ઉપર પાકિસ્તાનનાં પરમાણુ હથિયારની જવાબદારી હોય છે. હયાતનો અન્ય દેશો માટે દ્રષ્ટિકોણ શું છે તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી થઇ શકી.

You might also like