આ ભારતીય ક્રિકેટર પાકિસ્તાનનો કોચ બનવા તલપાપડ

નવી દિલ્હી : ભારતીય ટીમનાં પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કોચ બનવાની ઇચ્છા વ્યકત કરી છે. ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદથી પાકિસ્તાન ક્રિકેટ જગતમાં ભારે ઉથલ પાથલ ચાલી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન શાહિદ આફ્રિદીએ કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોચ વકાર યૂનુસે પણ પોતાનું પદ છોડી દીધું છે. સરફરાઝ અહેમદને પાકિસ્તાનની ટી-20 ટીમના નવા કેપ્ટન તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

પાકિસ્તાની ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી)ને નવા કોચની જરૂર છે. બોર્ડે પોતાની અધિકારીક વેબસાઇટ સહિત સોશ્યલ મીડિયા પર તેની જાહેરાત પણ કરી દીધી છે. આ પદનાં માટે પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ પોતાની અર્જી પરોક્ષ રીતે નાખી પણ દીધી છે. કાંબલીએ ટ્વીટરનાં માધ્યમથી પોતે કોચ બનવા માંગતા હોવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. જે અંગે એક પાકિસ્તાની ક્રિકેટ ફેને કટાક્ષ કરતા ટ્વીટ કર્યું કે શું તેઓ એક ખતરનાક દેશમાં આવીને રહેવાનું પસંદ કરશે ?

કાંબલીની અધિરાઇનો તેનાં પરથી ખ્યાલ આવે છે કે તે ફેનનાં ટ્વીટનો પણ તેણે જવાબ આપ્યો હતો. તેમણે જવાબ આપ્યો કે જ્યારે વસીમ અકરમ ભારત આવીને આઇપીએલની ટીમના કોચ બની શકે છે તો શું તે પાકિસ્તાન ન જઇ શકે અત્રે ઉલ્લેખનીય છે કે કાંબલી અગાઉ ઘણી બાબતોનાં કારણે વિવાદોમાં રહ્યા છે. પોતાનાં કરિયરને બરબાદ કરવા પાછળ પણ તેણે સચિન તેંડલકરને જવાબદાર ઠેરવ્યા હતા. કાંબલીએ કહ્યું હતું કે જે સમયે તેને સચિનની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેંડુલકરે તેની મદદ ન કરી.

You might also like