પર્સનલ લો ઇચ્છનારા લોકોએ પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવો જોઇએ : સંઘ

નવી દિલ્હી : સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે કહ્યું કે લોકોને ધર્મના આધારે પર્સનલ લો પસંદ કરવાની આઝાદી આપવામાં આવે, પરંતુ એવા લોકોને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાનનો અધિકાર પણ છોડી દેવો જોઇએ.

સંધ વિચારક એમ.જી વૈદ્યને વિધિ પંચની તરફથી એક પ્રશ્નાવલી પ્રાપ્ત થઇ છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે જે લોકો ધર્મના આધાર પર સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરી રહ્યા છે તેને સીમિત વિકલ્પ આપવામાં આવવો જોઇએ. તેમણે જો કે સ્પષ્ટતા કરી છે કે આ સ્થાયી વિકલ્પ ન હોઇ શકે. વૈદ્યે કહ્યું કે જે લોકો સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરી રહ્યા છે તેમને તે માનવાનો વિકલ્પ આપવો જોઇએ, પરંતુ આવા કિસ્સાઓમાં તેને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાનનો અધિકાર પણ છોડી દેવો જોઇએ.

જેના માટે તેમણે સંવિધાનના અનુચ્છેદ 44નો હવાલો ટાંક્યો હતો. જેમાં સંવિધાનનાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે, સીમિત વિકલ્પની સલાહ સંઘને તે સમયે આપી છે જ્યારે દેશમાં ત્રણ તલાકનો મુદ્દો પહેલાથી જ વિવાદિત છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને નાણા મંત્રી અરૂણ જેટલીએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે ત્રણ તલાકના મુદ્દે કેન્દ્રના વલણને યુસીસીની સાથે જોડવામાં આવવું જોઇએ અને ન તો કોઇ ભ્રમ હોવો જોઇએ.

You might also like