ઉત્તરપ્રદેશ જેના હવાલે કરાયું તે યોગી આદિત્યનાથ કોણ છે ?

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેવા યોગી આદિત્યનાથ મોટે ભાગે એક સાધુ જેવી છબી ધરાવે છે. લોકોમાં એક એવી માન્યતા પણ હોય છે કે સાધુ એટલે કંઇ પણ ભણ્યા ગણ્યા ન હોય તો સાધુ બની જાય. જો કે યોગી આદિત્યનાથમાં આમાંથી કોઇ પણ ગુણ નથી.

એક રાજપૂત પરિવારમાંથી આવતા અને 5 જુન 1972માં જન્મેલા યોગીની ઉંમર 44 વર્ષની છે. તેઓ 1998થી ગોરખપુરથી સતત જીતતા રહ્યા છે. સપાની લહેર હોય કે બસપાની પરંતુ યોગીને હજી સુધી કોઇ હરાવી શક્યું નથી. નાથ સંપ્રદાયમાંથી તેઓએ દિક્ષા લીધી હતી. તેઓનું પુર્વાશ્રમનું નામ અજયસિંહ છે.

કોણ છે યોગી આદિત્યનાથ ?
ગોરખપુર લોકસભા બેઠકથી સાંસદ
વર્ષ 1998થી ગોરખપુર બેઠક પર સતત જીત મેળવી
ગોરખનાથ મઠના પૂર્વ મહંત
હિન્દૂ યુવા વાહિનીના સંસ્થાપક
વાસ્તવિક નામ અજય સિંહ
1998-99માં સૌથી યુવા સાંસદ હતા
26 વર્ષની આયુમાં ગોરખપુર બેઠક પર જીત મેળવી
ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી ગણિતમાં BSC સુધીનો અભ્યાસ
ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રભાવશાળી નેતા
ધર્માંતરણને રોકવા માટે ઘણા આંદોલનો કર્યા
1972માં દેવભૂમિ ઉત્તરાખંડમાં જન્મ
22 વર્ષની આયુમાં સાંસારિક જીવનનો ત્યાગ કર્યો

You might also like