દિલ્હીનો BOSS કોણ?, સુપ્રિમ કોર્ટ આવતી કાલે સંભળાવશે ચુકાદો

રાજધાની દિલ્હીનો બોસ કોણ. તેને લઈ સુપ્રીમ કોર્ટે આવતી કાલે પોતાનો ચુકાદો આપશે. દિલ્હી સરકારનાં વહીવટી વડા ઉપ રાજ્યપાલ કે મુખ્યમંત્રી તેની છેલ્લાં કેટલાંય સમયથી સુનાવણી ચાલી રહી છે. 2જી નવેમ્બરથી આ મામલે સુનાવણી પણ શરૂ થઈ હતી અને લાંબા સમય પછી સુપ્રીમ કોર્ટે 6 ડિસેમ્બર 2017નાં દિવસે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોને લઈને ઘણાં વર્ષોથી ભારે રસાકસી ચાલી રહી છે અને આ કાનૂની લડાઈ હવે સુપ્રીમની પાસે છે. ત્યારે આવતી કાલે સુપ્રીમની બંધારણીય બેંચ પોતાનાં ચુકાદામાં બંધારણીય પ્રશ્નોનો જવાબ આપશે. તો આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પોતાનાં ચુકાદામાં LGને વહીવટી હેડ ગણાવ્યાં હતાં. તો દિલ્હી સરકારે હાઈકોર્ટનાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમમાં 6 અપીલ કરેલી છે. જેનો આવતી કાલે મહત્વપૂર્ણ નિર્ણય આવશે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠ બુધવારનાં રોજ આ મામલાને લઇને પોતાનો નિર્ણય સંભળાવશે. આ મામલામાં દિલ્હી સરકાર તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી કે દિલ્હીમાં લોકતાંત્રિક રીતે પસંદ કરાયેલી સરકાર છે એવામાં પસંદ કરાયેલ સરકારને કંઇક તો અધિકાર જોઇએ.

તેનું કહેવું એમ હતું કે ઉપરાજ્યપાલ સંવિધાન અને લોકતંત્રની મજાક ઉડાવાઇ રહી છે. કાનૂન અંતર્ગત ઉપરાજ્યપાલને મંત્રી પરિષદની સલાહ પર કામ કરવાની વાત છે અથવા તો આ મામલાને રાષ્ટ્રપતિની પાસે મોકલવાનો અધિકાર છે. તેઓ ખુદ કોઇ નિર્ણય લઇ નથી શકતા પરંતુ દિલ્હીનાં નિર્ણય ઉપરાજ્યપાલ લઇ રહ્યાં છે. ઉપરાજ્યપાલ પાસે કોઇ જ અધિકાર નથી પરંતુ તેઓ સંવૈધાનિક દાયરાથી બહાર જઇને કાર્ય કરી રહેલ છે.

ત્યાં જ કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરવામાં આવી કે દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. દિલ્હી ન તો રાજ્ય છે કે ન તો રાજ્ય સરકાર. દિલ્હીને રાજ્ય બનાવવા માટે અનેક વાર પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યાં પરંતુ સંવિધાન નિર્માતાઓએ આનો નકાર કર્યો.

વિધાનસભા હોવાંનો મતલબ એ નથી કે દિલ્હી રાજ્ય છે અને તેને બીજાં રાજ્યોની જેમ અધિકાર પ્રાપ્ત હોય. કેન્દ્રનું એવું કહેવું છે કે જે ચીજ સંવિધાનમાં નથી તેનાં માટે ખોટી ચર્ચા કરવી એ સંવિધાન પ્રાવધાનથી તદ્દન વિરૂદ્ધ છે.

You might also like