શું તમે જાણો છો ગાડીનો સીટ બેલ્ટ કોણે બનાવ્યો?

જ્યારે પણ વાત ડ્રાઇવિંગ દરમિયાન સુરક્ષાની આવે છે તો આપણા મગજમાં સૌથી પહેલા વિચાર આવે છે સીટ બેલ્ટનો. જેનો ઉપયોગ સામાન્ય રીતે ગાડી ચલાવનાર જ કરે છે. પરંતું શું તમે કોઇ દિવસ વિચાર્યું છે કે સીટ બેલ્ટની શોધ કોણે કરી છે અથવા એમ કહેવાય કે આ સીટ બેલ્ટ કોણે બનાવ્યો છે. સીટ બેલ્ટએ નવી શોધ નથી પરંતુ 19મી સદીથી તેની શોધ થઇ ગઇ છે.

તમને જણાવી દઇએ કે સીટ બેલ્ટની શોધ 19મી સદીમાં બ્રિટીશ એન્જિનિયરના દ્વારા કરવામાં આવી હતી. તેમનું નામ હતું જોર્જ કેલી. તેમણે એડવર્ડમાં બ્લોગહોમ સાથેમળીને સીટ બેલ્ટની શોધ કરી હતી. સૌથી પહેલા આ સીટ બેલ્ટનો ઉપયોગ ‘nash’અને ‘ford’ કંપનીએ શરૂ કર્યો હતો.

19મી સદીમાં સીટ બેલ્ટ કંઇક અલગ પ્રકારની હતી. આ સીટ બેલ્ટ 3 પોઇન્ટ સીટ બેલ્ટ કહેવામાં આવતો હતો. જે સીટ બેલ્ટ તમે આજના સમયમાં જોવો છો તે સીટ બેલ્ટ ન્યૂઝ બર્લિન નામના એન્જનિયરે બનાયા છે.

You might also like