છેલ્લાં ૧૩ વર્ષમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ ૧૦૦ ટકા વધ્યા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બહાર પાડેલા અંદાજ મુજબ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ૧૩ વર્ષમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. ૨૦૦૦ના વર્ષમાં ૩૨૦ લાખ દર્દીઓની સરખામણીએ ૨૦૧૩માં ડબલ એટલે કે ૬૩૦ લાખ દર્દીઓ થયા છે. અાગામી ૧૫ વર્ષમાં ૧૦૧૨ લાખ દર્દીઓ થઈ જશે. ૨૦૧૫ના વર્ષમાં ડાયાબિટીસના કારણે ૩૫થી ૬૯ વર્ષના લગભગ ૭૫ હજાર પુરુષો અને ૪૧ હજાર સ્ત્રીઓ મૃત્યુ પામ્યા હતા. ૧૮થી મોટી વયના લગભગ ૭.૮ ટકા લોકોમાં બ્લડ શુગરનું લેવલ ઊંચું રહે છે.

You might also like