જે કાયદાનું પાલન કરે તેમને ગભરાવાની જરૂર નથી : યોગી

લખનઉ: ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એ બધી વાતોને નકારી છે, જે વાતોમાં કહેવામાં આવ્યું કે રાજ્યમાં એંટી રોમિયો દળ અને ગેરકાયદેસર ચાલતાં કતલખાનાઓને લઈને માત્ર એક સમુદાય વિરૂધ્ધ કાર્યવાહી થઈ રહી છે. CM યોગીએ જણાવ્યું કે જે લોકો કાયદાનું પાલન કરે છે તેઓને ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ જે લોકો કાયદા સાથે રમત કરી રહ્યા તેઓને જરૂર ચિંતા કરવી જોઈએ

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં CM યોગી એ જણાવ્યું કે તેઓ કાયદાને લાગુ કરવામાં પીછે હઠ નહી કરે, તેમજ UPમાં ભ્રષ્ટાચાર અને કાયદા બાબતે રાજનીતી નહિં કરવા દેવામાં આવે.

એંટી રોમિયો સ્કેવોડનો મતલબ છોકરીયો ને છેડતી થી બચાવવાનો છે. – સીએમ યોગી
સીએમ યોગીએ જણાવ્યું કે “એંટી રોમિયો સ્કવોડનો અર્થ સ્ત્રીઓ ને છેડતીથી બચાવાનો છે. જેના કારણે ધણી વખત તેઓને શાળા પણ છોડવી પડતી હોય છે એવુ તેઓએ સ્પષ્ટ કર્યુ છે” સહમતીથી સાથે રહેનાર છોકરા-છોકરીઓને તકલીફ આપવામાં નહિ આવે.

“કોઈ એક સમુદાયને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં નહિ આવે”- સીએમ યોગી
સીએમએ કહ્યું ” ગેરકાયદેસર ચાલતા કતલખાના વિરૂધ્ધ થયેલી કાર્યવાહી કરનાર લોકોના પ્રતિનિધીમંડળને પણ અમે આશ્વાસન આપ્યું છે કે કોઈ એક સમુદાયને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં નહિ આવે ” તેઓએ જણાવ્યું કે ” અમારા અને બીજેપીના ધોષણાપત્રમાં કરેલા વાયદાઓ પુરા કરવામાં આવશે, સરકાર નેશનલ ગ્રીન ટ્રાઈબ્યનુલ( એનજીટી) અને સુપ્રીમ કોર્ટના આદેશોને લાગુ કરાવા માટે કાર્ય કરી રહી છે.

રહેણાંક વિસ્તારોમાં દારૂની દુકાનોને દુર કરવામાં આવશે.
UPમાં સતત દારૂબંધીને લઈને થઈ રેહેલા વિરોધ પ્રદર્શનને લઈ સીએમ આદિત્યનાથે જણાવ્યુ કે ” હાલ તેઓની સરકાર પાસે કોઈ પ્લાન નથી પણ રહેણાંક વિસ્તારોમાં રહેલી દારૂની દુકાનોને જરૂર દુર કરવામાં આવશે.

You might also like