વ્હાઇટ હાઉસે બ્રિટીશ PM ને બનાવી દીધા પોર્ન સ્ટાર

લંડન: અમેરિકાથી એક મોટી ભઊલ થઇ ગઇ છે. વ્હાઇટ હાઉસથી રજૂ થયેલા એક નિવેદનમાં બ્રિટનની પીએમ થેરેસાના નામનો ખોટો સ્પેલિંગ લખી દેવામાં આવ્યો. એ કારણથી થેરેસાની જગ્યાએ એક પોર્ન સ્ટારનું નામ લખવામાં આવ્યું. જણાવી દઇએ કે થેરેસા અમેરિકામાં છે અને એમની આ મુલાકાતને લઇને વ્હાઇટ હાઉસથી નિવેદન રજૂ થયું હતું.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર વ્હાઇટ હાઉસથી નિવેદન રજૂ કરતી વખતે પેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપના સ્ટાફે થેરેસાની જગ્યાએ ટેરેસા બોલ્યા. જ્યારે થેરેસાની શુક્રવારે ઓવલ ઓફિસમાં મીટિંગ, લંચ અને પ્રેસ કોન્ફરન્સની જાણકારી આપવાની હતી ત્યારે જ આ ગડબડ થઇ. નિવેદનમાં 2 વખત થેરેસાની જગ્યાએ ટેરેસા બોલવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે ટેરેસા ગ્લેમર મોડલ અને પોર્ન અભિનેત્રી હતી.

વ્હાઇટ હાઉસ તરફથી એક જ દિવસમાં આ બીજી વખત કરવામાં આવેલી મોટી ભૂલ હતી. જણાવી દઇએ કે ગત વર્ષે જુલાઇમાં જ્યારે થેરેસા બ્રિટનની પીએમ બની હતી, એ સમયે પણ પોર્ન સ્ટાર ટેરેસાની પણ ટ્વિટર પર ટ્રેન્ડ કર્યું હતું. ટ્રંપના પ્રેસિડેન્ટ બન્યા બાદ થેરેસામાં એમની સાથે મુલાકાત કરનારી પહેલી ફોરેન લીડર છે.

You might also like