મહર્ષિ ચરકનો અક્સીર ઉપાય : અકાળે સફેદ થયેલા વાળ થશે કાળા

અમદાવાદ : દરેક વ્યક્તિને કાળા વાળ જ ગમે છે. પરંતુ જ્યારે અકાળે જ સફેદ વાળ આવવા લાગે છે ત્યારે શરમજનક પરિસ્થિતીમાં મુકાવું પડતું હોય છે. પરંતુ વાળ સફેદ થવા પાછળનું કારણ તમારે જાણવું પડશે. જ્યારે વાળમાં મિલેનિન પિગમેંટેશનની ઉણપ આવે ત્યારેવાળ સફેદ અકાળે જ સફેદ થવા લાગે છે. આજનાં સમયમાં યુવાનોમાં વાળ સફેદ થવા એક સામાન્ય બાબત બની ગઇ છે. જો કે અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર લાવ્યા છીએ જેનાં કારણે થોડા જ સમયમાં તમે તમારા ઘેરા કાળા વાળ પાછા મેળવી શકશો.
દુધીનો પ્રયોગ : દુધીનાં રસથી વાળ કાળા થઇ શકે છે. દુધીનાં રસમાં ઓલિવ ઓઇલ અથવા તલનું તેલ મિક્સ કરીને માથામાં લગાવો. દુધીનું તેલ પણ માથામાં લગાવવાથી ઘણો ફાયદો થાય છે.
તુરિયુ : તુરિયું એક સામાન્ય શાક છે. તે ખુબ જ સરળતા પુર્વક મળી રહે છે. તુરિયાને 3-4 કલાક સુધી નાળીયેરનાં તેલમાં ઉકાળો. જ્યાં સુધી તુરિયું કાળુ ન પડી જાય ત્યાંસુધી ઉકાળો. ત્યાર બાદ તે તેલનો માથામાં મસાજ કરો.
ડુંગળી : નહાવાની 10 મિનિટ પહેલા ડુંગળીને પીસીને તેનો રસ અને અર્કને વાળનાં મુળમાં લગાવો. વાળ સફેદ થતા તો અટકશે પરંતુ સાથે સાથે ખરતા હશે તો પણ તેમાં ઘણી રાહત મળશે.
કાળી ચા : એક ગ્લાસ પાણીને બરાબર ઉકાળો અને તે અડધુ થઇ જાય ત્યાર બાદ તેમાં 2 ચમચી ચા પત્તી (ભુક્કીનો ઉપયોગ ટાળવો) નાખીને તેને ઉકાળો. જ્યારે પાણી બ્રાઉન થઇ જાય તો તેને ગરણી વડે ગાળીને તે પાણી માથામાં લગાવો. જો કે આ પાણી લગાવ્યા બાદ વાળમાં શેમ્પુનો ઉપયોગ ટાળો નહી તો તેની અસર ખતમ થઇ જશે.
દુધ : અઠવાડીયામાં ગાયનું દુધ વાળનાં મુળિયામાં મસાજ કરો. ત્યાર બાદ નવશેકા પાણીથી વાળે સારી રીતે ધોવા.
મહેંદી : મહેંદી પાઉડરને દહીમાં મિક્સ કરીને વાળનાં મુળમાં મસાજ કરો. અઠવાડીયામાં એખવાર આ ઉપાય કરવાથી ફાયદો થશે.
કાળુ મરચુ : 1 ચમચી કાળુ મરચાને અડધા કપ દહીમાં મિલાવીને માથામાં મસાજ કરો. તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે.
બદામ : બદામનું તેલ આંબળાનાં રસમાં મિલાવીને નિયમિત લગાવવાથી વાળ કાળા થતા અટકે છે.
જમરૂખ : જમરૂખનાં પાંદડાને પીસીને નહાવાની દસ મિનિટ પહેલા રસ માથામાં લગાવવાથી ઘણો ફાયદો થશે.

You might also like