હવે રેલમાં સફર દરમિયાન પણ જોઇ શકશો ફિલ્મ અને TV સીરિયલ

નવી દિલ્હી: રેલ્વે જલ્દી પોતાના યાત્રીઓ માટે પ્રમુખ ટ્રેનોમાં એવી સુવિધા પૂરી પાડવા જઇ રહી છે જેમાં યાત્રીઓ પોતાના લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય ઉપકરણો પર લોકપ્રિય ફિલ્મો, ટીવી સીરિયલો અને સિટકોમ કાર્યક્રમ જોઇ શકશો.

રાજધાની અને શતાબ્દી સહિત પસંદગીની ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે જેમાં સામગ્રીની માંગણી પર સેવાનો લાભ ઉઠાવવા માટે યાત્રીઓને થોડી વધારે ચુકવણી કરવી પડશે.

બાદમાં આ સેવા વધારે ટ્રેનો અને સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે. આ પરિયોજનામાં સામેલ રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, યાત્રીઓની યાત્રાને આનંદદાયક બનાવવા માટે ટ્રેનોમાં પસંદગીની ટીવી સીરિયલ, ફિલ્મ, સંગીત કાર્યક્રમ દેખાડવામાં આવશે જેનાથી રેલને આવક પણ થશે. હોલીવુડ અને બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત ક્ષેત્રીય ફિલ્મો પણ દેખાડવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે ઘણી વિદેશી સીરિયલો અને હાસ્ય કાર્યક્રમોના દર્શકોની ઘણી બધી સંખ્યા છે અને સામગ્રીની માંગણીના આધાર પર આ દેખાડવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે પહેલા તબક્કામાં આ સુવિધાઓ રાજધાની, શતાબ્દી, દુરંતો અને હમસફર ટ્રેનોને પૂરી પાડવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like