ગ્રાહકોને ગુમરાહ કરતી ૪૨ જાહેરખબર

નવી દિલ્હી: એડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બરમાં ૭૯ જાહેરખબરમાંથી ૪૨ જાહેરખબર વિરુદ્ધ મળેલી ફરિયાદોને યોગ્ય ઠેરવી છે. કાઉન્સિલે આ જાહેરખબર ગ્રાહકોને ગુમરાહ કરતી ગણાવી છે.

એડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલે ઓએલએક્સ, સ્નેપડિલ, ઉબર, ભારતી એરટેલ, કોલગેટ પામોલિવ, મૈરિકો કંપનીની જાહેરાત ગ્રાહકોને ભરમાવતી હોવાનું ગણાવ્યું હતું.

જે ૪૨ જાહેરાત સંદર્ભે થયેલી ફરિયાદ યોગ્ય જણાવાઇ તેમાં આઠ જાહેરખબર સ્વાસ્થ્ય, નવ જાહેરખબર શૈક્ષણિક, જ્યારે ત્રણ જાહેરખબર ટેલિકોમ બ્રોડબેન્ડ સંબંધિત છે. એડ્વર્ટાઇઝિંગ કાઉન્સિલે સ્નેપડિલની વિરુદ્ધમાં થયેલી ફરિયાદને યોગ્ય ઠેરવી હતી.

You might also like