કરચોરી મામલે તપાસનો સામનો કરતી HSBC

મુંબઇઃ વૈશ્વિક અગ્રણી બેન્ક એચએસબીસીએ ખુલાસો કર્યો છે કે બેન્ક ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં કરચોરી સાથે જોડાયેલા મામલાની તપાસનો સામનો કરી રહી છે. બેન્કે કહ્યું છે કે સ્વિટ્ઝર્લેન્ડ અને દુબઇનું બેન્કનું યુનિટ કરચોરીની તપાસની શંકાના ઘેરામાં છે. જુદા જુદા દેશોની તપાસ એજન્સીઓ પનામાના લીક દસ્તાવેજોમાં બહાર આવેલાં નામો સંબંધે બેન્કનો સંપર્ક કરી રહી છે.

પાછલા સપ્તાહે પ્રકાશિત થયેલા વાર્ષિક રિપોર્ટમાં કર સંબંધી તપાસનો ખુલાસો કરતાં એચએસબીસીએ કહ્યું કે કર અને મની લોન્ડરિંગ મામલામાં ચૂકવણા માટે રૂ. ૫૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરી છે. એચએસબીસીએ કહ્યું કે એવાં કેટલાં કારણો છે, જે પરિણામ અને બેન્કની નાણાકીય બાબતોને અસર કરે છે. બેન્કે કહ્યું કે ભારત, અમેરિકા, ફ્રાન્સ, બેલ્જિયમ, આર્જેન્ટિના સહિત વિભિન્ન દેશોમાં બેન્ક ટેક્સ, કરચોરી, છેતરપિંડી, મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસો સામે તપાસનો સામનો કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like