વર્ષ ૨૦૧૭માં કયા સેક્ટરમાં રોકાણ લાભકારક પુરવાર થઈ શકે છે?

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૬ રોકાણકાર માટે નિરાશાજનક રહ્યું છે. રોકાણકારને માત્ર ૨.૫૦ ટકા જેટલું રિટર્ન મળ્યું છે. મોટા ભાગનાં સેક્ટરમાં રોકાણકારોને નિરાશા હાથ લાગી છે. જેને પગલે હવે કયા સેકટરમાં રોકાણ ફાયદેમંદ રહી શકે છે. તે બાબત રોકાણકારને સતાવી રહી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસમાં ઈન્ફાસ્ટ્રક્ચર, ઈન્ટરનેટ, ડિજિટાઈઝેશન સેક્ટરની કંપનીઓમાં ઊંચા ગ્રોથ જોવાઈ શકે છે.

• ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરની કંપનીઃ કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મોટાં પ્રમાણમાંં નાણાં ખર્ચી શકે છે. નોટબંધી બાદ સરકારને ટેક્સની આવકમાં મોટો વધારો થઈ શકે છે. જેના ઉપર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પાછળ કરી શકે છે. દિલીપ બિલ્ડકોન, કે.એન.આર. કન્સ્ટ્રકશન કંપનીના શેરમાં સુધારો નોંધાઈ શકે છે.

• ડિજિટાઈઝેશન કંપનીઃ સરકારે નોટબંધી જાહેર કર્યા બાદ આ કંપનીઓનાં હાર્ડવેર અને સોફ્ટવેરની માગમાં મોટો ઉછાળો નોંધાયો છે. આઠ નવેમ્બરની નોટબંધી બાદ આ કંપનીના શેરમાં પણ ઉછાળો જોવાયો છે. જો આગામી દિવસોમાં પણ જોવાઈ છે. ક્વિક હિલ, સાસ્કેન કોમ્પુ., માસ્ટેક કંપનીના શેરમાં રોકાણ ફાયદામંદ પુરવાર શઈ શકે છે.

• ઈન્સ્યોરન્સ સેક્ટરઃ સરકાર ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ગ્રોથ જોવાય તે માટે મોટી રાહત આપી શકે છે. તેના પગલે મેક્સ ફાઇનાશ્યિલ સર્વિસીસ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના શેરમાં રોકાણ લાભકારક રહી શકે છે.

• નાની અને મધ્યમ કદની આઈટી કંપનીઃ યુએસ સરકારની આગામી પોલિસી કેવી રહેશે તે અંગેની સ્પષ્ટતા આગામી ૨૦ જાન્યુઆરી બાદ થશે પરંતુ નાની અને મધ્યમ કદની સ્થાનિક આઈટી કંપનીના શેરમાં રોકાણ આગામી વર્ષે સારા વળતર આપનારા સાબિત થઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like