જાણો ક્યું તેલ કઇ ચીજ માટે છે બેસ્ટ

કેસ્ટલ તેલ- કેસ્ટર ઓઇલ અથવા એરંડાના તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ ત્યારે પણ કામ કરે છે જ્યારે તમારા વાળ ખારા પાણીથી ધોવાથી બગડે છે. જો તમને લાગે છે કે તમારા વાળ પાતળા થતા જાય છે તો તરત આ તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. વાળને વધારવા માટે આ તેલ બેસ્ટ છે.

તલનું તેલ- તલના તેલમાં ડીપ મોશ્વરાઇઝિંગ અને વાળને મુલાયમ કરવાના ગુણ હોય છે. એમાં એન્ટી માઇક્રોબાયલ ગુણ પણ હોય છે જે ખઓડા અને સ્કાલ્પ ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે. આ તેલ ખોડા અને રફ વાળ માટે સારું છે.

ઓલિવ ઓઇલ- ઓલિવ ઓઇવ એટલે કે જેતૂનનું તેલમાં વાળ અને સ્કીન માટે સારા લ્યૂબ્રિકેન્ટ્સ હોય છે. જેમ કે oleic acid, palmitic acid અને squalene. આ તેલને વરસાદમાં તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ઉપયોગ કરો. આ તેલ બે મુખ વાળા વાળ, ચમક અને ફ્રિઝી વાળ માટે સારું છે.

આમળાનું તેલ- શું તમને ખબર છે આમળાનું તેલ હકીકતમાં આમળમાંથી નિકાળવામાં આવતું નથી? આ એક ઇન્ફ્યૂઝન તેલ છે, જેનો મતલબ એ છે કે તેને બીજા તેલમાં રાખવામાં આવે છે. આ તેલમાં ભારે પ્રમાણમાં વિટામીન સી હોય છે. જે તમારા વાળ અને સ્કાલ્પને પ્રદૂષણથી થતાં નુકસાનની સામે લડે છે. સમય કરતાં પહેલા સફેદ થતાં વાળ તેમજ ડીટોક્સીફાઇંગ વાળ માટે સારું છે.

બદામનું તેલ- વિટામિન્સથી ભરપૂર બદામનું તેલ વર્ષોથી વાળના મૂળિયા સાથે મજબૂત કરીને લાંબા કરે છે. તમે આ તેલને બીના વાળમાં થોડાક પ્રમાણમાં ઉપયોગ કરી શકો છો. વાળની મજબૂતી માટે આ તેલ સૌથી સારું છે.

You might also like