Header

દુનિયાનું કયું ક્રિકેટ બોર્ડ છે સૌથી વધુ ‘ધનવાન’, જાણો વિગત…

દુબઈઃ ક્રિકેટની રમતના ચાહકો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ઘણા ક્રિકેટ ચાહકોના મનમાં એવો સવાલ થતો હશે કે દુનિયાના કયા ક્રિકેટ બોર્ડ પાસે કેટલાં નાણાં છે? આજે અહીં એક નજર કરીએ દુનિયાના ક્રિકેટ બોર્ડની સદ્ધરતા પર.

• હાલ બીસીસીઆઇની નેટવર્થ દુનિયામાં સૌથી વધુ એટલે કે ૨૯૫ મિલિયન યુએસ ડોલર છે.
• દક્ષિણ આફ્રિકા વિશ્વનું સૌથી ખર્ચાળ ક્રિકેટ બોર્ડ છે. કદાચ એ જ કારણ છે કે ઘણી વાર તેને નાણાંની તંગી પડવા માંડે છે. આ બોર્ડ મોટા ભાગનાં નાણાં ટેલિવિઝન રાઇટ્સ અને બીજી ટીમ પ્રવાસે આવે છે તેનાથી કમાય છે. દક્ષિણ આફ્રિકાના બોર્ડની નેટવર્થ ૬૯ મિલિયન યુએસ ડોલર છે.
• ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) િવશ્વનાં ત્રણ સૌથી અમીર ક્રિકેટ બોર્ડમાંનું એક છે. આ ક્રિકેટ બોર્ડની નેટવર્થ ૫૯ મિલિયન યુએસ ડોલર છે.
• પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની નેટવર્થ ૫૫ મિલિયન યુએસ ડોલર છે.
• ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની નેટવર્થ ૨૪ મિલિયન યુએસ ડોલર છે.
• ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પાસે અન્ય દેશની સરખામણીએ બહુ જ ઓછાં નાણાં છે. આ બોર્ડની નેટવર્થ ફક્ત નવ મિલિયન યુએસ ડોલર છે. આ બોર્ડ પોતાની મોટા ભાગની કમાણી માટે ટેલિવિઝન રાઇટ્સ પર આધાર રાખે છે.

You might also like