જાણો, ઘી ખાવાનો ઉત્તમ સમય કયો છે?

આર્યુવેદ અનુસાર ઘી ખાવાનો પણ પોતાનો સમય હોય છે. જ્યારે આપણે ખાવાનું ખાવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે આપણી સામે ભારે ભોજન પહેલા પીરસવામાં આવે છે અને પછીથી આપણે ગળ્યું ખાઇને આપણું ભોજન ખતમ કરીએ છીએ.

વધારે ભૂખ લાગવાને કારણે પેટની પાચન શક્તિ હાઇ લેવલ પર હોય છે, તેથી તે ભઆરે ભોજનને સરળતાથી પચાવી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ઘી પણ ભારે હોય છે, તેને આપણે ખાવાની શરૂઆત પહેલા જ ખઇ લેવું જોઇએ, જેનાથી તે પાચન શક્તિમની મદદથી સરળતાથઈ પચી શકે છે.

1. પાચનની પ્રક્રિયા દરમિયાન છેવટે દોષનો પ્રભાવ ઝડપી થઇ જાય છે. ઘી વાત અને પીત દોષને બેલેન્સ કરવાનું કામ કરે છે, એટલે આ સમજવું જરૂરી છે કે ઘી ને ભોજન પહેલા અથવા ભોજન દરમિયાન ખાવું સૌથી સારું છે.

2. ઘી પાચન શક્તિમાં પણ વધારો કરે છે. જો તમે ઘી જમતી વખતે ખાશો તો તમે ગમે તેટલું ભારે ભોજન કર્યું હશે તે પચી જશે.

3. ઘી ખાવાથી પેટના અંદરની લાઇનિંગ સુરક્ષિત રહે છે. જો તમે ઘીને જમ્યા પહેલા જ ખાવો છો તો તે મસાલેદાર અને તીખા ભોજનની અસર ઓછી કરશે.

4. જો તમારું ખાવાનું ખૂબ ગરમ છે તો ઘી ને જમવાની સાથે અથવા જમ્યા પછી પણ ખઇ શકો છો.

5. જો તમે જમ્યા પછી ફ્રીઝમાં મૂકેલો આઇસ્ક્રીમ અથવા ખીર ખાવાના હોઉ તો ઘી ને ભોજનની શરૂઆતમાં જ ખાઇ શકો છો. કારણ કે ઘીને ગરમ વસ્તુ સાથે ખાવાથી જ સારું રહે છે. નહીં તો તમારું ખાવાનું પચશે નહીં.

6. ઘી પાચન હોવાના સંકેત
શરીર હલ્કું રહેશે, ઇન્દ્રિયોમાં સારી શક્તિ આવશે, સુસ્તીનો અભાવ

7. ઘી હજમ ના થયાનો સંકેત
શરીર ભારે લાગે, પેટ ફૂલી જાય, થાકી જવાય. મોંઢું સૂકાઇ જાય. ખૂબ ભૂખ લાગવી

8. જો તમને લાગે કે ઘી પચ્યું નથી તો ફેટ લેસ છાસ પીવો. તેની અંદર એક ચપટી આદુનો પાઉડર અથવા મરીનો પાઉડર મિક્સ કરો. તેનાથી તમારું ઘી પચી જશે.

9. એટલે બ્રાહ્મણ બોજન દરમિયાન સૌથી પહેલા ઘી પીરસવામાં આવે છે અને ભોજન પછી છાસ, જેનાથી જમવાનું સરળતાથી પચી શકે છે.

You might also like