જાણો કયા જિલ્લામાંથી 2012ની ચૂંટણીમાં સૌથી વધારે ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું?

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠક માટે આગામી તા.૯ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં અંદાજે ૨.૧૩ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગઈ કાલે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. આજે ઉમેદવારીપત્રની ચકાસણી કરાશે તો આગામી શુક્રવાર તા.૨૪ નવેમ્બરે ઉમેદવારીપત્ર પરત લેવાનો છેલ્લો દિવસ છે. આમ શુક્રવારની સાંજે પ્રથમ તબક્કાની ચૂંટણીનું ખરું ચિત્ર સ્પષ્ટ થશે. જો કે છેલ્લી ૨૦૧૨ની ચૂંટણીની વિગત તપાસતાં સુરત જિલ્લામાંથી સૌથી વધુ ૧૫૩ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

પ્રથમ તબક્કાની ૮૯ બેઠક પૈકી કચ્છ જિલ્લાની ૬, સુરેન્દ્રનગરની ૫, મોરબીની ૩, રાજકોટની ૮, જામનગરની ૫, દેવભૂમિ દ્વારકાની ૨, પોરબંદરની ૨, જૂનાગઢની ૫, ગીર-સોમનાથની ૪, અમરેલીની ૫, ભાવનગરની ૭, બોટાદની ૨, નર્મદાની ૨, ભરૂચની ૫, સુરતની ૧૬, તાપીની ૨, ડાંગની ૧, નવસારીની ૪ અને વલસાડની ૫ બેઠક પરના ચૂંટણી જંગમાં ચિત્ર ગઈ કાલે સાંજે અમુક અંશે સ્પષ્ટ થયું છે. આ ૮૯ બેઠક માટે કુલ ૧,૭૦૩ ઉમેદવારીપત્ર ભરાયાં છે.

જો કે છેલ્લી ૨૦૧૨ની ચૂંટણીમાં આ તમામ જિલ્લાઓમાંથી ૧૫૪૩ ઉમેદવારીપત્ર ભરાયાં હતા. ડાંગ િજલ્લાની એક માત્ર બેઠક માટે પ્રારંભમાં ૧૦ ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊતર્યા હતા. પરંતુ બે ઉમેદવારીપત્ર રદ તેમજ એક ઉમેદવારીપત્ર પરત ખેંચાતાં છેવટે ચૂંટણીમાં સૌથી ઓછી સાત ઉમેદવાર ઊભા રહ્યા હતા.

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીનું
જિલ્લાદીઠ ઉમેદવારોનું અંતિમ ચિત્ર
જિલ્લો ઉમેદવારીપત્ર રદ તેમજ ચૂંટણીમાં ડિપોઝિટ
ભરાયાં પરત ઊભા રહેલા ગુમાવનાર
ખેંચાયાં ઉમેદવાર ઉમેદવાર
કચ્છ ૧૯૦ ૪૪ ૫૬ ૪૪
સુરેન્દ્રનગર ૯૭ ૪૫ ૫૨ ૪૨
રાજકોટ ૨૨૪ ૧૦૪ ૧૨૦ ૯૬
જામનગર ૧૯૧ ૯૮ ૯૩ ૭૮
પોરબંદર ૨૮ ૨૦ ૧૬
જૂનાગઢ ૧૫૧ ૬૮ ૮૩ ૬૪
અમરેલી ૭૬ ૨૫ ૫૧ ૪૦
ભાવનગર ૧૭૫ ૮૦ ૯૫ ૭૬
નર્મદા ૨૯ ૧૦ ૧૯ ૧૫
ભરૂચ ૭૮ ૩૬ ૪૨ ૩૧
સુરત ૨૭૨ ૧૧૯ ૧૫૩ ૧૨૦
તાપી ૨૭ ૧૯ ૧૫
ડાંગ ૧૦
નવસારી ૩૨ ૨૪ ૧૬
વલસાડ ૫૩ ૩૭ ૨૭

You might also like