વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ ઘર અને દુકાનમાં રાખે છે. માન્યતા છે કે જે ઘરોમાં ભગવાનની મૂર્તિઓ હોય છે, ત્યાં સકારાત્મક બનેલી રહે છે અને કાર્યમાં આવેલી અડચણો દૂર થઇ શકે છે.

મંદિર બનાવતી વખતે વાસ્તુના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા પણ ખૂબ જ જરૂરી હોય છે. નહીં તો મંદિરનું ફળ મળતું નથી. એક વાસ્તુશાસ્ત્રના જણાવ્યા અનુસાર કઇ દિશામાં કરવી જોઇએ મંદિરની સ્થાપના, સાથે ક્યા પ્રકારની મંદિરમાં રાખવી જોઇએ દેવી દેવતાની મૂર્તિ, કારણ કે ઘર દુકાનમાં પોઝિટીવિટી બનેલી રહે અને શુભ ફળ મળવાની સંભાવના રહે. મંદિરને ઘર અથવા દુકાનને પૂર્વ ઉત્તર દિશામાં બનાવવું જોઇએ. મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટાની સ્થાપના ઉત્તર અને પૂર્વ દિશામાં કરવું શુભ હોય છે.

મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન કુબેર અને દેવી લક્ષ્મી અને નવગ્રહની સ્થાપના એવી કરવી જોઇએ કે મોંઢું ઉત્તર દિશાની તરફ હોય. મંદિરમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન શ્રીકૃષ્ણ અને કાર્તિકેયની સ્થાપના એવી કરવી જોઇએ એમનું મોઢું પશ્વિમ દિશા તરફથી હોય. ઘરના મંદિરમાં વધારે મોટી મૂર્તિઓ રાખવી જોઇએ નહીં.

શાસ્ત્રો અનુસાર જાણવા મળ્યું છે કે જો આપણે મંદિરમાં શિવલિંગ રાખવા ઇચ્છીએ છીએ તો શિવલિંગ આપણાં અંગૂઠાના આકારથી મોટું હોવું જોઇએ નહીં. શિવલિંગ ખૂબ જ સંવદેનશીલ હોય છે એટલા માટે ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ હોય છે. અન્ય દેવી દેવતાઓનો આકારની પ્રતિમા શ્રેષ્ઠ માનવામાં આવી છે.

ઘરમાં મંદિર એવા સ્થાને બનાવવું જોઇએ જ્યાં દિવસભરમાં ક્યારેય થોડાક સમય માટે સૂર્યની રોશની અવશ્ય પહોંચતી હોય. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઊર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઊર્જામાં વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઊર્જા મેળવવા માટે પૂજાઘરનું ઘણું મહત્વ છે.

ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાય રહે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તે માટે મંદિર રાખવામાં આવે છે. ઘરમાં પૂજાઘર રાખવાનું મહત્વ સદીઓથી ચાલ્યું આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજા ઘરમાં અમુક મૂર્તિઓ રાખવાને કારણે નુકશાન થતુ હોય છે. જેના લીધે ઘરમાં રહેલ સુખ-સંપત્તિમાં ઘટાડો થાય છે. અને પરિવાર વચ્ચે પણ મતભેદ ઉભા થાય છે.

ઘરની અંદર રહેલા પૂજાઘરમાં કાળભૈરવની મૂર્તિ રાખી તેનુ પૂજન કરવું વાસ્તુ શાસ્ત્ર મુજબ યોગ્ય ગણાતુંં નથી. કાળભૈરવને શિવનું રૂપ માનવામાં આવે છે અને તે તંત્ર શાસ્ત્રના દેવ માનવામાં આવ્યા છે. તેની પૂજા ઘરની બહાર થાય તે જ યોગ્ય છે. એવુ કહેવાય છે કે શનિદેવની વક્રદ્રષ્ટિ જેના પર પડે છે. તેના ખરાબ દિવસની શરૂઆત થાય છે. ભગવાન શનિની મૂર્તિનું ઘરની બહારના ભાગમાં પુજન થાય તે વધુ સારી વાત છે.

નટરાજને ભગવવાનું રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આથી ક્યારેય નટરાજની મૂર્તિ ઘરમાં રાખવી જોઇએ નહિં. અને તેનુ પૂજન પણ ઘરમાં રાખીને ન કરવું જોઇએ. રાહુ-કેતુ મૂર્તિનું પૂજન ઘરમાં ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ ઘરની અંદર રહેલ મંદિરમાં આ દેવનું પૂજન કરવું એ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અશુભ માનવામાં આવે છે.•

You might also like