આ મહેલમાં માત્ર નિર્વસ્ત્ર થઇને મળતો પ્રવેશ : મહારાજ હતા રંગીન મિજાજી

અમદાવાદ : પટિયાલા રિયાસતનાં મહારાજા ભુપીન્દર સિંહ પોતાનાં રંગીન મિજાજનાં કારણે વિખ્યાત હતા. તેમના રંગીન મિજાજનાં કિસ્સાઓ ઘણા પ્રચલિત હતા. જો કે કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ ભુપેન્દ્રસિંહનાં દિવાસ જરમની દાસના પુસ્તક ‘મહારાજા’માં પણ જોવા મળછે. આ પુસ્તક પરથી રાજાની વૈભવી અને બોલ્ડ જીવન શૈલીનો અંદાજ મળે છે.

Maha
(મહારાજા ભુપિંદર સિંહ)

મહારાજા ભુપિંદર સિંહે પટિયાલામાં લીલા -ભવન અથવા રંગરલિયોઓનું ભવન બનાવ્યું હતું. જ્યાં માત્ર નિર્વસ્ત્ર લોકોને જ પ્રવેશ મળતો હતો. આ મહેલનો ઉલ્લેખ દિવાનનાં પુસ્તકમાં જોવા મળે છે. જેનાં અનુસાર આ મહેલમાં કેટલાક માન્યતાપ્રાપ્ત લોકોને જ પ્રવેશ હતો. જો કે તેઓએ પણ નિર્વસ્ત્ર થઇને મહેલમાં જવું પડતું હતું.

મહારાજાનાં માટે મહેલનો એક ખાસ હિસ્સો રિઝર્વ હતો. આ હિસ્સાની તમામ દિવાલો પર સેંકડો પ્રકારનાં આસનોમાં પ્રેમ – પ્રલાપમાં ડુબેલા મહિલા અને પુરૂષોનાં ચિત્રો હતા. ફર્શ પર કિંમતી જવેરાત જડેલા મોટા મોટા કાલીન બિછાવાયેલા હતા. સાથે સાથે ભોગ વિલાસ માટે જરૂરી તમામ સાધન સામગ્રી પણ હાજર રહેતી હતી.

મહેલની બહાર એક સ્વિમિંગ પુલ પણ હતો. જેમાં ઓછામાં ઓછી 150 સ્ત્રી – પુરૂષ એક સાથે ક્રિડા કરી શકે તેવી વ્યવસ્થા હતી. આ પુલમાં ખુલ્લેઆમ મહારાજ કામક્રિડા કરતા હતા. પાર્ટીમાં મહારાજ પોતાની પ્રેમિકાઓને બોલાવતા હતા. તે મહારાજ અને તેનાં ખાસ મહેમાનો સાતે તળાવમાં સ્નાનક્રિડા કરતી હતી.

આ પાર્ટીઓમાં રાજ્યનાં અંગ્રેજ અધિકારીઓ અને તેની પત્નીઓ ભાગ લેતી હતી, સાથે સાથે કેટલીક દેસી મહિલાઓ પણ હાજર રહેતી હતી. દીવાન જરમની દાસે મહારાજ, મહારાની નામની બેસ્ટ સેલર બુક લખી છે જેમાં તેમણે ખુલાસાવાર જણાવ્યું છે કે વિવિધ પ્રસંગે શું થતું હતું.
આ પ્રકારની પાર્ટીઓમાં માત્ર યૂરોપિયન અથવા અમેરિકન લેડી, જે તે દિવસોમાં મહારાજાનાં મોતિબાગ પેલેસમાં મહેમાન તરીકે રોકાતી હતી તેને જ અંદર આવવા દેવામાં આવતી હતી.

You might also like