ભારતનું એક એવું ક્યું ગામ કે જ્યાંથી મળશે સ્વર્ગ જવાનો માર્ગ

આપણે જોઇએ તો આજે દરેક માણસને સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય છે અને સાથે જાણવાની પણ ઇચ્છા હોય છે કે સ્વર્ગમાં હોય છે શું. પરંતુ એનાં માટે એવું કહેવાય છે કે જો માણસનાં કોઇ કર્મ સારા હોય તો જ સ્વર્ગમાં જવું મુશ્કેલ નથી પરંતુ જો તમે કર્મ સારા ન કર્યા હોય તો તમારે માટે ત્યાં જવું ઘણું મુશ્કેલ બની જાય છે. માટે આજે અમે તમને એવી જગ્યાએ લઇ જશું કે જેને જોઇને તમને તુરંત એવો અહેસાસ થશે કે જાણે તમે કોઇ સ્વર્ગમાં આવી ગયાં હોવ.

શું તમે ભારતનું અંતિમ ગામ જોઇ લીધું છે, કે જેને લઇ તમામ આકર્ષક કિસ્સાઓ ઘણાં પ્રચલીત છે. જેમાં એવું કહેવાય છે કે પાંડવો પણ અહીંથી સ્વર્ગ ગયાં હતાં. તો હવે આપ અચૂક જજો આ જગ્યા પર કે જે સ્વર્ગ બરાબર છે.

જ્યારે પાંડવો સ્વર્ગ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે એમણે આ સ્થાન પર સરસ્વતી નદીથી જવાં માટે રસ્તો માંગ્યો હતો. એવું કહેવાય છે કે આ ગામમાં થઇને પાંડવો સ્વર્ગમાં ગયા હતાં, આ ગામ ચીનની સીમા પર ઉત્તરાખંડનાં બદ્રીનાથથી ચાર કિલોમીટરનાં અંતરે આવેલ છે. એટલે કે અહીં સુધી પહોંચવું એટલું મુશ્કેલ પણ નથી. તો ચાલો આપને જાણીએ આ ગામ વિશે…

આ ગામનું જૂનું નામ મણિભદ્ર છે, અહીં આપ અલકનંદા અને સરસ્વતી નદીઓનો સંગમ પણ જોઇ શકો છો. એ સિવાય અહીં ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમપુલ પણ જોવાંલાયક સ્થળો છે. અને અહીં થઇને જ પાંડવો સ્વર્ગમાં ગયા હોવાનું માનવામાં આવે છે.

આ સરસ્વતી નદી પર ભીમ પુલ છે, જેનાં વિશે એવું કહેવાય છે કે જ્યારે પાંડવો સ્વર્ગ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે એમને અહીંથી જવા માટે સરસ્વતી નદી પાસે રસ્તો માંગ્યો હતો. જો કે સરસ્વતી નદીએ રસ્તો આપવાની ના કહેતા ભીમે બે મોટા-મોટા પથ્થરો ઉઠાવીને એમનાં ઉપર રાખી દીધી. જેનાંથી ભીમ પુલનું નિર્માણ થયું અને આ પુલ પર થઇ પાંડવો સ્વર્ગમાં ગયા હતાં. હજી પણ આ પુલ અહીં છે. અહીં અનેક સુંદર પહાડો, ઝરણાંઓ પણ આવેલાં છે.

અન્ય એક પ્રચલીત વાર્તા મુજબ જ્યારે ગણેશજી વેદો લખી રહ્યાં હતાં ત્યારે સરસ્વતી નદી પૂર જોશમાં એ સમયે વહી રહી હતી. ત્યારે ગણેશજીએ સરસ્વતી નદીને કહ્યું કે ખળખળતો અવાજ ઓછો કરો, કેમ કે મને ખલેલ પહોંચી રહી છે. પરંતુ મા સરસ્વતી ઊભી જ ના રહીં. આથી ગણેશજીએ શ્રાપ આપ્યો કે આજ પછી હવે તમે આગળ વધી નહીં શકો અને કોઇ તમને જોઇ પણ નહીં શકે.

વ્યાસ ગુફા વિશે એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે અહીં વેદ,પુરાણ અને મહાભારતની રચના કરી હતી અને ભગવાન ગણેશ એનાં લેખક બન્યાં હતાં. એવી માન્યતા પણ છે કે વ્યાસજી આ ગુફામાં રહેતા હતાં. અને અહીં વર્તમાનમાં આ ગુફામાં વ્યાસજીનું મંદિર પણ બનેલ છે. સાથે એમનાં પુત્ર શુકદેવ અને વલ્લભાચાર્યની મૂર્તિ પણ છે. એ સિવાય ભગવાન વિષ્ણુની પણ એક પ્રાચીન મૂર્તિ છે. ભારતની છેલ્લી ચાની દુકાન પણ અહીંનાં માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યા પર મેથી ઓક્ટોમ્બર મહિનાની વચ્ચે અનેક સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

You might also like