જાણો દુનિયામાં સૌ પ્રથમ ક્યાં ઉજવવામાં આવશે નવું વર્ષ 2016?

નવી દિલ્હી: ભારતમાં નવું વર્ષ એટલે કે 2016ની ઉજવણી ત્યારે શરૂ થશે જ્યારે ઘડીયાળના કાંટા આજે રાત્રે બાર વગાડશે. ભારતીય સમય અનુસાર આપણા દેશમાં આ જશ્ન રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે પરંતુ દુનિયાના ઘણા સ્થળો એવા છે જ્યાં અહીંથી પહેલાં રાતના 12 વાગશે અને ત્યાં નવા વર્ષની ઉજવણી આપણા દેશના સમય કરતાં ઘણા કલાકો પહેલાં શરૂ થઇ જશે. આવો જાણી કે સૌથી પહેલાં નવા વર્ષની ઉજવણી દુનિયામાં ક્યાં કરવામાં આવશે. પછી ત્યારબાદ કયા દેશમાં મનાવવામાં આવશે કારણ કે આ બધુ સ્થાનિક સમય પર નિર્ભર હોય છે.

દિવસ અને સમય (ભારતીય સમય અનુસાર) દેશ/વિસ્તાર

ગુરૂવાર 15:30: સમોના અને ક્રિમસમ દ્રીપ/કિરિબાટી
ગુરૂવાર 15:45: ચૈથમ દ્રીપ/ન્યૂઝીલેંડ
ગુરૂવાર 16:30: ન્યૂઝીલેંડ
ગુરૂવાર 17:30: રશિયાના કેટલાક ભાગોમાં
ગુરૂવાર 18:30: ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારોમાં
ગુરૂવાર 20:30: જાપાન, સાઉથ કોરિયા
ગુરૂવાર 21:00: નોર્થ કોરિયા
ગુરૂવાર 21:30: ચીન
ગુરૂવાર 22:30: ઇંડોનેશિયા, થાઇલેંડ
ગુરૂવાર 23:00: મ્યામાંર અને કોકોજ દ્રીપ
ગુરૂવાર 23:30: બાંગ્લાદેશ
ગુરૂવાર 23:45: નેપાળ
શુક્રવાર 00:00: ભારત અને શ્રીલંકા
શુક્રવાર 00:30: પાકિસ્તાન
શુક્રવાર 01:00: અફઘાનિસ્તાન
શુક્રવાર 03:30: યૂનાન
શુક્રવાર 04:30: જર્મની
શુક્રવાર 05:30: બ્રિટેન
શુક્રવાર 08:30: આર્જેટિના, બ્રાજીલ
શુક્રવાર 10:30: અમેરિકન વિસ્તાર

You might also like