પ્રહ્લાદનગરનો પે એન્ડ પાર્ક બંધઃ ગાર્ડનના મુલાકાતી વાહન ક્યાં પાર્ક કરે?

મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમન માટેના નવા અભિગમ હેઠળ શહેરમાં નવા મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટને અમલમાં મુકાઇ રહ્યા છે. જેમાં પ્રહ્લાદનગર ગાર્ડન સામેના મલ્ટિલેવલ પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. પ્રહ્લાદનગર ગાર્ડન સામેના મ્યુનિસિપલ પ્લોટમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનનાર છે.

જો કે આ વિશાળ પ્લોટનો અત્યાર સુધી પે એન્ડ પાર્ક તરીકે ઉપયોગ થતો હોવાના કારણે પ્રહ્લાદનગર ગાર્ડનના મુલાકાતીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકોને પાર્કિંગના મામલે આશીર્વાદરૂપ હતો. પરંતુ ગઇ કાલથી આ પે એન્ડ પાર્કને બંધ કરી દેવાયો છે. બીજી તરફ ઉનાળાના વેકેશનમાં પ્રહ્લાદનગર ગાર્ડનમાં મુલાકાતીઓની સંખ્યા વધવાની હોઇ તેમના વાહનના પાર્કિંગના પ્રશ્નો જટિલ બનવાના છે.

કેમ કે આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ની સતત ચાલતી ટોઇંગ ઝુંબેશના કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની હવે દશા ભૂંડી થવાની છે. અહીંં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં સહેજે અઢીથી ત્રણ વર્ષ લાગી જવાનાં હોઇ પાર્કિંગની વૈકલ્પિક વ્યવસ્થા વગર પ્રહ્લાદનગર ગાર્ડનના મુલાકાતીઓ અને આસપાસના વિસ્તારના લોકો પાર્કિંગ ક્યાં કરશે તે મોટો પ્રશ્ન સર્જાયો છે.

તંત્ર દ્વારા પ્રહ્લાદનગર ગાર્ડન સામેના પે એન્ડ પાર્કમાં આઠ માળ ઊંચું મલ્ટિલેવલ પાર્કિંગ કોમ્પ્લેક્સ બનાવવા માટે બે-ત્રણ દિવસ પહેલા ૧રથી ૧૩ ધટાદર વૃક્ષને કાપી નખાયાં હતાં ત્યારબાદ તેના બે ગેટ પૈકી એક ગેટને વાદળી પતરાની આડશથી બંધ કરી દેવાયો હતો. અહીંના પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરાયા બાદ ગઇ કાલથી સત્તાવાળાઓએ આ જગ્યાને કાયમ માટે બંધ કરી છે.

પ્રહ્લાદનગર ગાર્ડન સામેનો આશરે ૭૦૦૦ ચો.મીટરનો વિશાળ જગ્યા ધરાવતો આ પે એન્ડ પાર્કનો પ્લોટ ગઇ કાલથી બંધ કરાતા પ્રહ્લાદનગર ગાર્ડનના મુલાકાતીઓ હવે પોતાના વાહન ક્યાં પાર્ક કરવા તેની ચિંતામાં ગરકાવ થયા છે. પ્રહ્લાદનગર ગાર્ડનની દીવાલને અડીને ટ્રાફિકને નડતરરૂપ ન હોય તે રીતે વાહન પાર્ક કરનારા મુલાકાતીઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવાતી ટ્રાઇંગ ઝુંબેશને પગલે ફફડાટ ફેલાયો છે.

શહેરના અન્ય વિસ્તાર કરતા પ્રહ્લાદનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ વધુ સક્રિય છે. કોઇ પણ નાગરિકનું વાહન રોડ પર દશ મિનિટ માટે પણ આડું અવળું પાર્ક કરાયેલું વાહન નજરે ચડે કે ટ્રાફિક પોલીસ તરત તે વાહન ઉપાડી જાય છે. આમાં પણ ટ્રાફિક પોલીસ માત્ર ટુ વ્હીલર ચાલકોને દંડે છે. ફોર વ્હીલર ચાલકો સામે કડકાઇથી કામ લેવાતું નથી.

પ્રહ્લાદનગર ગાર્ડન સામેના કોમ્પ્લેક્સના પાર્કિંગ ત્યાંના ધંધાર્થીઓ, મુલાકાતીઓ, સ્ટાફના વાહનના કારણે ભરચક હોય છે. પ્રહ્લાદનગર ગાર્ડનના મુલાકાતીઓની મુશ્કેલીમાં વેકેશનના કારણે વધારો જ થવાનો તેમ છતાં તંત્ર પાર્કિંગની વૈકલ્પિક વ્યવસ્થા આપવાના મૂડમાં નથી.

રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર જે.એસ. પ્રજાપતિ કહે છે, ટ્રાફિક પોલીસની કામગીરીમાં તંત્ર દખલ ન કરી શકે. તેમ છતાં આ અંગે ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરીશ જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહ કહે છે, લોકસભાની ચૂંટણી પત્યા બાદ એટલે કે તા.ર૩ એપ્રિલ પછી વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારણા કરાશે.

પ્રહ્લાદનગર ગાર્ડન સામેના ૭૦૦૦ ચો.મીટર વિશાળ પ્લોટમાં તંત્ર દ્વારા રૂ.૪૦ કરોડના ખર્ચે બે બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોર વત્તા આઠમાળ ઊંચુ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવાઇ રહ્યું છે જેેમાં ૪૦૦ ટુ વ્હીલર અને ૩પ૦ ફોર વ્હીલરનું પાર્કિંગ થઇ શકશે. મલ્ટિલેવલ પાર્કિંગ માટે તંત્ર દ્વારા બે વર્ષની મુદત નક્કી કરાઇ છે પરંતુ તેને બનતાં ઓછામાં ઓછા અઢીથી ત્રણ વર્ષ લાગશે તેમ જાણાવા મળ્યું છે.

આ મામલે ટ્રાફિક ડીસીપી (એડમિન) તેજસ પટેલે જણાવ્યું, ”પ્રહ્લાદનગર ગાર્ડનની બહાર જો કોઈ વ્યક્તિ વાહન પાર્ક કરશે તો તેનું વાહન ‘ટો’ કરવામાં આવશે. ગાર્ડનમાં કોઈ પણ વ્યક્તિ આવશે તેણે તેનું વાહન આસપાસના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મૂકવું પડશે.”

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago