આ IT કંપનીમાં જ્યારે મરજી થાય ત્યારે ઓફિસ જાઓ, ગેમ્સ રમો ચાહે સૂઈ જાઓ

ઇન્દોરઃ ન્યૂ આઇટીપાર્કમાં શરૂ થયેલી એક આઇટી કંપનીમાં કર્મચારીઓનો ઓફિસ આવવાનો કોઇ સમય નક્કી નથી. કામ દરમિયાન થાક ઉતારવા માટે તેઓ સૂઇ પણ શકે છે. એક વાર લોગ ઇન કર્યા બાદ આઠ કલાક કામ કરવું જરૂરી હોય છે. કંપનીની ઓફિસ તાજેતરમાં આઇટીપાર્કમાં શરૂ થઇ છે.

કંપની માટે કામ કરનાર આઇટી એક્સ્પર્ટનો થાક અને તણાવ દૂર કરવા માટે ઘણી વ્યવસ્થા કરાઇ છે. પહેલી વાર અહીં મહિલા કર્મચારીઓનાં બાળકોની દેખરેખ માટે ઓફિસમાં ઘોડિયાઘરની સુવિધા અપાઇ છે. અહીં લાગેલા સીસીટીવી કેમેરાનું લાઇવ પ્રસારણ તેમના મોબાઇલ પર થાય છે, જેથી તેઓ ઇચ્છે ત્યારે જોઇ શકે કે તેમનું બાળક શું કરે છે.

ક્રેચની પાસે ફીડિંગરૂમ છે. કામ દરમિયાન મૂડ ફ્રેશ કરવા માટે કર્મચારીઓ ઇન્ડોર ગેમ્સ રમી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ ઓફિસમાં જ જિમ્નેશિયમ બનાવાયું છે. તણાવ ન આવે તેથી લાફ્ટરરૂમ અને મ્યુઝિક હોલ પણ બનાવાયા છે. અહીં કર્મચારી કામને ખૂબ જ એન્જોય કરે છે. મોબાઇલ પર વાત કરવા કે ફરવા માટે ગાર્ડનની સુવિધા પણ અપાઇ છે.

કોઇ કર્મચારી વધુ થાકી જાય તો તેમને સૂવા માટે રેસ્ટરૂમ પણ છે. નવા મહેમાનોને મળવા માટે આકર્ષક લોબી બનાવાઇ છે. ઇન્દોરનાં ત્રણ મિત્રો અમિત અગ્રવાલ, કુલદીપ કુંડલ અને અભિષેક પારીકે ૧૫ વર્ષ પહેલાં રેસકોર્સ સ્થિત એક ફ્લેટમાં ત્રણ કર્મચારીઓથી એક કંપની શરૂ કરી હતી. હાલમાં આ કંપનીનો ત્રણ ડઝનથી વધુ દેશમાં વેપાર છે. ચાર દેશમાં તેની ઓફિસ છે. ૨૦૦થી વધુ કંપનીઓ તેની કસ્ટમર છે. ઇન્દોરમાં ૮૦૦ કર્મચારી છે અને ૨૦૦૦ બેરોજગાર લોકોને નોકરી આપવાનું તેમનું લક્ષ્ય છે.

You might also like