આસારામ વિરુદ્ધ દુષ્કર્મ કેસ: જ્યારે પીડિતાએ કહી હતી દર્દભરી દાસ્તાન….

યૌન શોષણ કેસમાં આસારામ પર આજે જોધપુર કોર્ટમાં ચુકાદો આવશે. પીડિતાનો આરોપ છે કે 15 અને 16 ઓગસ્ટ 2013 દરમિયાન જોધપુરમાં રાત્રે એક ફાર્મ હાઉસમાં આસારામે ઇલાજના બહાના હેઠળ તેનું યૌન શોષણ કર્યું હતું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013ના રોજ આસારામ વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.

આસારામ પર જીરો નંબરની એફઆઇઆર દાખલ કરાઇ હતી, ત્યાર પછી તેને જોધપુર ટ્રાન્સફર કરવામાં આવી હતી. આસારામ વિરુધ્ધ આઇપીસીની ધારા 342, 376, 354-એ, 506, 509/34, જેજે એક્ટ 23 તેમજ 26 અને પોક્સો એક્ટની ધારા 8 હેઠળ કેસ દાખલ થયો હતો. ત્યારબાદ 31 ઓગસ્ટ 2013ના મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી.

યુપીના શાહજહાંપુરમાં રહેનાર પીડીતાએ આઇપીસીની ધારા 164 હેઠળ પોતાનું નિવેદન આપ્યું હતું. પીડિતાનું નિવેદન સાંભળી કોઇપણને ભારે દુઃખ થઇ શકે છે. પોલીસ ચાર્જશીટમાં આપવામાં આવેલું નિવેદન ભારે દર્દનાક છે. આ ચાર્જશીટના નિવેદન પર હજી સુધી આસારામ જેલમાં છે.

આ 6 ઓગસ્ટ 2013ની વાત છે. આસારામના ગુરૂકૂળમાં ભણતી પીડિતાની તબિયત ખરાબ થાય છે. તેના પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરે છે. બાબાની એક સાધક શિલ્પી ભૂત-પ્રેતનો પડછાયો હોવાની વાત કરે છે. તે પીડિતાને કહે છે કે આ ભૂત-પ્રેત આસારામ બાપુ દુર કરી આપશે. 14 ઓગસ્ટ 2013ના રોજ પીડિતાને આશ્રમમાં આસારામ પાસે લઇ જવામાં આવશે.

જ્યાં આસારામ કહે છે કે હું તારુ ભૂત ઉતારી દઇશ, તું કયા ધોરણમાં ભણે છે? પીડિતા કહે છે કે હું સીએ કરવા માગુ છું. ત્યારબાદ પીડિતા ત્યાંથી ચાલી જાય છે અને તે 15 અને 16 ઓગસ્ટ 2013 દરમિયાન રાતે આશ્રમમાં રોકાય છે. ત્યારબાદ આસારામે પીડિતા સાથે એ કર્યું જે કરવાનું ન હોય. આસારામ પર આરોપ છે કે દૂષ્કર્મ કર્ય બાદ આ વાત કોઇને ન કહેવા ધમકી પણ આપવામાં આવી હતી.

You might also like