આળસનો અસ્ત થતાં જ પ્રગતિનો ઉદય થાય છે

જન આળસના જખમથી,
જે કોઈ જખમી થાય ।
પડે પથારી પાથરી,
જીવન રહિત જણાય ।।
શી ઉતાવળ છે ? એમ વર્તે તે આળસ. આજનું કામ આવતી કાલે, સવારનું સાંજે, અત્યારનું કામ થોડી વાર પછી કરીશું…. આવી કામ કરવાની પદ્ધતિ જે માણસની હોય તેનો આળસુ કહેવાય.
કાંઈ કરવાનનું મન ન થાય, પડી રહેવાનું મન થાય એ આળસ. જરૂર કરતાં વધારે આરામ એ પણ આળસ છે. ગરીબીનું મૂળ આળસ છે. આળસ લાગે છે. આપણને મજેદાર પણ તેનાં ફળ મજેદાર નથી હોતાં. આળસ કરવામાં ભલે કદાચ મઝા આવે પણ એ મઝા કરતાં હજાર ગણી સજા ભોગવવી પડે છે.
આળસુ માણસ તો મડદાં જેવો છે. જેમ મડદું પોતાના હાથ પગ હલાવતું નથી તેમ આળસુ માણસને પોતાના હાથ પગ હલાવવા ગમતા નથી. આ સ્થિતિ કેવી દયામણી છે ! તેનું પરિણામ શું આવે ? દુઃખ… દુઃખ ને દુઃખ જ.
ચાણક્ય કહે છે કે, આળસુ માણસને આલોકનું ભૌતિક સુખ પ્રાપ્ત થતું નથી અને મૃત્યુ પછી પણ તેની સદ્ગતિ થતી નથી.
આળસુ માણસને ચારે પુરુષાર્થમાંથી એક પણ પ્રાપ્ત થતો નથી. અર્થ અને કામના અભાવથી આ સંસારમાં ઉન્નતથી થતી નથી તથા ધર્માંચરણમાં પ્રવૃત્તિ થતી નહીં હોવાથી તેને મોક્ષના માર્ગે પણ ગતિ થતી નથી. આમ, આલોક અને પરલોક બંને બગડે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયાના ૬ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે, “જે સંતમાં બધા ગુણો હોય પણ તેનામાં આળસ રૂપી દોષ હોય તો તેનો સંગ ક્યારેય ન કરવો. ભગવાનની વાતો કરવી, કથા કરવી,
કીર્તન ગાવાં તેમાં લાજ રાખે ને આળસ રાખે તે અમને ન ગમે. કથા વાર્તામાં જેન ેઆળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે.
ભ્રષ્ટ કરે ભણનારને, ઉપજે આળસ અંગઃ
ભક્તિ કરતાં ભક્તને,
કરે ભજનમાં ભંગ
એક ગુરુ હતા. તેમના આશ્રમમાં તે અને તેમનો શિષ્ય રાત્રિ પડી એટલે સૂતા હતા. ત્યારે ગુરુજીએ પોતાના શિષ્યને કહ્યુ કે, આ દીવો ઓલવી નાખ. આ આળસુ શિષ્યને પથારીમાંથી ઊભું થવું પરવડે તેમ ન હતું. તેથી કહ્યું કે, ગુરુજી આંખો બંધ કરી દો. અજવાળું નહીં આવે.
થોડીવાર થઈ એટલે ગુરુએ શિષ્યને કહ્યું કે, બહાર વરસાદ આવે છે કે શું? જોઈ આવ. તેટલામાં એક બિલાડી આશ્રમમાં આવી એટલે શિષ્યે કીધું કે ગુરુજી! બિલાડી ઉપર ફેરવો. ગ્રંથ જોવો વરસાદ આવતો હશે તો તે પલળેલી હશે નહીં તો કોરી હશે.”
પછી ગુરુએ થોડી વાર રહીને કહ્યું કે, આશ્રમનો દરવાજો ખુલ્લો રહી ગયો લાગે છે માટે બંધ કરી આવ.
ત્યારે શિષ્ય કહે કે, ગુરુજી બે કામ મેં કર્યાં. હવે એક કામ તમે કરો. આળસુ કેવા હોય એ અંગે આ દૃષ્ટાંત ગણું બધું કહી જાય છે. આવો હોય તેને શિષ્ય કે સજ્જન કહેવાય ખરો ?
શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા અને અનાદિ મુક્તિની સ્થિતિનું જેમને પ્રવર્તન કર્યું છે તેવા શ્રીજી સંકલ્પમૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રી કહે છે કે, “એક ભાઈના ઘરમાં ચોર પેઠા ત્યારે તેની સ્ત્રીએ કહ્યું જે ચોર પેઠા. ત્યારે તે કહે જે જાગું છું. પછી ફરી તેની પત્નીએ કહ્યું કે, ચોરે તો પટારો તોડ્યો તો કહે જે જાગું છું. પછી પત્ની કહે પણ આ ચોર તો પટારો લઈને ચાલવા લાગ્યો છે તો પણ કહે કે હું જાગું છું. તેની પત્ની એ પછી ગુસ્સે થઈને કહ્યું કે પટારો લઈને ચોર જતો પણ રહ્યો… જુઓ તો ખરા… ત્યારે તે માંડ માંડ ઉઠ્યો અને પછી કહે જે ખરું થયું હો…. આ તો દાટ વળી ગયો. આળસુ માણસનું દરેક કાર્યમાં આવું જ થાય છે … માટે આપણે સુખિયા થવું હોય તો દાટ વળવા દેવો નહીં.” માટે જ કહ્યું છે કે, આળસમાં દુઃખ અતિ ઘણાં,
ભર્યાં રહે ભરપૂરઃ તે માટે સ્વજન તમે, કહો દેહથી દૂર
સુભાષિતમાં સરસ કહ્યું છે કે, આવતી કાલનું કાર્ય આજે અને િદવસના પાછલા પહોરનું કાર્ય પહેલા પહોરે કરવા યોગ્ય ત કરવું જ જોઈએ કેમ કે મૃત્યુ મનુષ્યે પોતાનું કામ પૂરું કર્યું કે બાકી છે તેની વાત જોતુ ંનથી. માટે જીવનમાં જેને પ્રગતિ કરવી છે તેને સદા ઉત્સાહી બનવું જોઈએ. ઉત્સાહ જેના હૈયામાં અખંડ ઉભરાતો હોય તેની પાસે નસીબ પાંગળું બની જાય છે. એટલે કે તે નસીબને બદલી નાખે છે, દોડતું કરી દે છે.•
કુમકુમ મંદિર, મણિનગર

You might also like