સુપ્રીમ કોર્ટે મૃત વ્યક્તિને સાત વર્ષની જેલની સજા ફટકારી!

નવી દિલ્હી: ભારત દેશમાં જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચુક્યું હોય છે અે વાત કંઈ નવી નથી. જો કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જે થયું એનાથી ભલભલા વિચારવા માટે મજબૂર  થઈ જાય એમ છે. ૨૦૦૬ની સાલમાં થયેલા એક બળાત્કારના કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૦ અેપ્રિલ બળાત્કારના એક કેસમાં અારોપીને દોષી ઠેરવીને સાત વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે પોલીસ અે ગુનેગારને ગિરફ્તાર કરવા માટે તેના ગામ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે ગુનેગારનું મૃત્યું તો ત્રણ વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે. કહેવાય છે કે પારિવારિક વેર લેવા માટે તેના જ ભાઈઅે અારોપીની હત્યા કરી હતી. પોલીસે કોર્ટમાં ગુનેગારના મૃત્યુનું પ્રમાણપત્ર જમા કરાવીને જણાવ્યું કે જેને સજા સંભળાવાઈ છે તે ભોગવવાવાળો જ હાલમાં જીવતો નથી. અે રિપોર્ટ પરથી સોમવારે સુપ્રીમ કોર્ટે સાત વર્ષની સજા પાછી ખેંચીને અા કેસ બંધ કરી દેવાનો અાદેશ અાપ્યો.

You might also like