સલમાન હીરો બન્યો ત્યારે બાળકી હતી આ હિરોઇનો..

મુંબઇઃ અભિનેતા સલમાનખાન બે દશકથી પણ વધારે સમયથી બોલિવુડમાં સક્રિય છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં લગભગ બધી જ હિરોહીન સાથે કામ કરી લીધું છે. ત્યારે સલમાન ખાને કેટલીક એવી અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે કે જે તેની ઉંમર કરતા ઘણી જ નાની હોય. એટલે કે તેની કારર્કિદીના સમયે તેની હિરોહીનની ઉંમર કદાચ ત્રણ વર્ષથી લઇને પાંચ સાત વર્ષની હશે. તેવી હિરોહીન સાથે સલમાન જોડી બનાવી ચૂક્યો છે જે હિટ પણ રહી છે.

સલમાન- આયેશા ટાકિયાઃ સલમાને બીવી હો તો એસી ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી લીધી હતી. તે સમયે આયેશા ટાકિયાની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી.

સલમાન-સ્નેહા ઉલ્લાલઃ સલમાન સાથે ફિલ્મ લકીમાં ડેબ્યુ કરી ચૂકેલી સ્નેહા ઉલ્લાલ પણ સલમાન કરતાં ઉંમરમાં ઘણી નાની છે.

સલમાન- અસિનઃ  ફિલ્મ લંડન ડ્રીમ્સ અને રેડીમાં સલમાન સાથે કામ કરી ચૂકેલી અસિન સલમાનના બોલિવુડ ડેબ્યુ સમયે માત્ર ત્રણ વર્ષની હતી.

સલમાન- સોનાક્ષીઃ ફિલ્મ દબંગ અને દબંગ-2માં સલમાન સાથે કામ કરી ચૂકેલી સોનાક્ષી સિન્હા  પણ સલમાનની ડેબ્યુ ફિલ્મ વખતે માત્ર ત્રણ વર્ષની હતી.

સલમાન- સોનમઃ ફિલ્મ સાવરિયાથી પોતાના કરિયરની શરૂઆત કરનાર સોનમ કપૂર પણ સલમાને જ્યારે બોલિવુડમાં એન્ટ્રી મારી ત્યારે બાળકી હતી. સલમાન અને સોનમના પિતા સાથે હિરો તરીકે કામ કરી ચૂક્યાં છે.

સલમાન- પ્રિયંકાઃ સલમાન ખાનની સાથે પ્રિયંકા પણ હિટ ફિલ્મો આપી છે ત્યારે સલમાન ખાન કરતાં પ્રિયંકા પણ ઘણી જ નાની છે.

સલમાન-ઝરીનઃ વીર ફિલ્મ દ્વારા સલમાન ખાન સાથે ડેબ્યુ કરનાર અભિનેત્રી ઝરીન સલમાનના ડેબ્યુ વખતે ચાર વર્ષની હતી.

સલમાન-કરીનાઃ સલમાન ખાન સાથે અનેક હિટ ફિલ્મો આપી ચૂકેલી કરીના પણ સલમાન ખાન કરતાં 16 વર્ષનાની છે.

You might also like