જ્યારે કેટરિનાએ કહ્યું ‘કોઈ મને પ્રેમ કરે છે’ અને પછી…

કેટરિના કૈફ ફિલ્મોની સાથે સાથે સોશ્યિલ મીડિયા પર પણ ખૂબ એક્ટીવ છે. તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો ટાઈમ કાઢીને પોતાના અનુભવો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર પણ છે. તાજેતરમાં, તેનો એક ફોટો તેના કૅપ્શનને કારણે ખુબ ચર્ચામાં છે.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની શૂટિંગ પછી, આજકલ તે શાહરુખ સાથે ‘ઝીરો’ ની શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે એક ડમી ફોટો શેર કરીને લખ્યું, ‘કોઈ મને પ્રેમ કરે છે’. ફોટોમાં તેણે એક ડમીને હગ કરી રહી છે અને ખુબ આકર્ષક સ્મિત આપતા જોવા મળી હતી.

Somebody loves me ….. 🤪🌟💖💖

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરિનાના આ ફોટા વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને તો ખૂબ ગમી રહ્યા છે. આજકાલ તેઓ ‘ઝીરો’ ની શૂટિંગમાં વ્યસ્ત છે અને શાહરૂખ સાથે શૂટિંગ કરી રહી છે. આ બંનેને એકબીજાની કંપની ખુબ ફળે છે કારણ કે ઘણી વખત આ બંને સાથે મળીને ફોટોગ્રાફ્સ લે છે અને શૂટિંગનો આનંદ પણ માણતા દેખાય છે.

આ ઉપરાંત, કેટરિનાને ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં આમિર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં, અમિતાભ બચ્ચન પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત, તે વરુણ ધવન સાથે એક ડાન્સ ફિલ્મનો પણ ભાગ હોઇ શકે છે.

You might also like