સોનમ કપૂરને પોતાના ભાભી બનાવવા ઇચ્છતી હતી કરિના, પરંતુ…

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર 8મેના પોતાના બૉયફ્રેન્ડ આનંદ આહૂજાની સાથે લગ્ન કરવા જઇ રહી છે. સોનમ કપૂરના લગ્નને લઇને ‘કપૂર ખાનદાન’ સેલિબ્રેશનના રંગમાં રંગાઇ ગયું છે. રવિવારે સોનમની મેંહદી સેરેનમીમાં સોનમના પાપા અનિલ કપૂર, કાકા સંજય કપૂર, બહેન જાહ્નવી કપૂર, ખુશી કપૂર, સનાયા-અશુંલા, ભાઇ અર્જૂન કપૂર અને હર્ષવર્ધન કપૂર મસ્તીના મૂડમાં જોવા મળ્યા.

 

આ લગ્ન પછી સોનમ કપૂની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ રિલીઝ થવા જઇ રહી છે, જેમાં તે એક્ટ્રેસ કરિના કપૂર ખાન સાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે, કરિના કપૂર સોનમ કપૂરને પોતાની ભાભી બનાવવા ઇચ્છતી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ વાત ખરેખરમાં સાચી છે, સૂત્રોનુસાર, કરિના કપૂર અને સોનમ કપૂરની વચ્ચે સારી બોન્ડિંગ થાય છે, બંને ઘણી વખત પાર્ટીઝ અને ઇવેન્ટમાં સાથે જોવા મળે છે. સોનમ કપૂરથી કરિના એટલી ઇમ્પ્રેસ હતી કે તેના લગ્ન તેના પરિવારમાં થાય. કરિનાની સાથે સાથે કરિશ્મા કપૂર પણ ઇચ્છતી હતી કે સોનમના લગ્ન તેમના કઝિન ભાઇ રણબીર કપૂર સાથે થાય.

આ વાતનો ખુલાસો એક્ટ્રેસ સોનમ કપૂરે પોતે કર્યો હતો. સોનમે જણાવ્યુ કે, ”કરિશ્માએ રણબીર સાથે મારા લગ્ન થાય તે માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ કરિશ્મા અને કરિનાની આ ઇચ્છા પૂરી ના થઇ શકી..” હવે સોનમ આનંદની દુલ્હનિયા બનવા જઇ રહી છે.


એક સમય હતો જ્યારે સોનમ કપૂરનું નામ સૌથી પહેલા બોલિવુડના ચૉકલેટી બૉય રણબીર કપૂર સાથે જોડાયું હતુ. રણબીર અને સોનમ કપૂરે એક સાથે બોલિવુડમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 2007માં ‘સાંવરિયા’થી ડેબ્યૂ કર્યુ હતુ. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને સ્ટાર્સ એકબીજાની નજીક આવી ગયા હતા અને તેમના અફેરની ચર્ચા પણ ખૂબ જ થઇ હતી.

You might also like