‘કાલા ચશ્મા’ વાગતા રણબીર અને અભિષેકે કર્યું ‘કજરા રે’, video થયો viral

અભિષેક બચ્ચન અને રણબીર કપૂરે ‘કાલા ચશ્મા’ પર કરેલો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. તેમણે સિંગાપોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેમણે ‘કાલા ચશ્મા’ ગીત પર ‘કજરા રે’ ના સ્ટેપ્સ કર્યા હતા.

થોડા દિવસો પહેલા, બંને ટેલિવિઝન અને મનોરંજન ઉદ્યોગના સ્ટાર્ઝ ફૂટબોલ મેચ રમવા માટે સિંગાપોર ગયા હતા. અભિષેકના ફેન કલબે આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે અને લખ્યું હતું કે – જ્યારે કાળા ચશ્મા વાગી રહ્યું હોય અને તમે કજરા રે પર નૃત્ય કરવા માંગો છો તો કંઈક આવું થાય…

અભિષેકે જવાબમાં કહ્યું, “હા હા, અમને આ ગીત પર કયા સ્ટેપ્સ કરીએ તે અમને સમજાતું ન હતું એટલે અમને જે સોંગના સ્ટેપ્સ આવડતા હતા અમે તે સ્ટેપ્સ કરવાનું શરૂ કરી દિધું.

થોડા સમય પહેલા રણબીરે એક મુલાકાતમાં કહ્યું હતું કે તેણે ફુટબોલની દર વસ્તુમાં આનંદ મળે છે. પ્રેક્ષકોની દ્રષ્ટિએ ફૂટબોલ જોવું પણ ખુબ આનંદદાયક હોય છે. મેચ દરમિયાન બંને ખેલાડીઓ અને દર્શકો બંને માટે આ રમત ઉત્સાહ ભરી દે છે.

કામ વિશે વાત કરાએ તો રણબીર કપૂરની ફિલ્મ દત્ત બાયપિકની ટીઝર ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ સિવાય, અભિષેક ફિલ્મ ‘મનમર્ઝીયા’ ની શૂટિંગમાં વ્યસ્ત છે.

 

You might also like